સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા જિલ્લા પોલીસવડા - At This Time

સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા જિલ્લા પોલીસવડા


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે ૦૯- સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના લોકો કોઈપણ પ્રકારના ભય કે લાલચ વગર નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે પુરુષ, મહિલા, યુવા સહિત દરેક વર્ગના મતદારો લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં મહત્તમ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ સંબંધિત અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે આજ શ્રેણીમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ તમામ લોકોને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બની મહત્તમ મતદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યાએ તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ૦૯- સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં આગામી તા.૭ મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બુથ પર તમામ મતદારો માટે સુરક્ષાની પુરતી તૈયારીઓ કરવામાં આવી છે લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તમામ બુથો પર પુરતા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે આથી તમામ મતદારોને તા.૭ મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક પર જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટેની વ્યવસ્થા વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોવા છતાં પણ મહત્તમ મતદાન કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મીઓનું EDC અને પોસ્ટલ બેલેટ દ્વારા ૧૦૦% મતદાન થાય એ દિશામાં કાર્યો થઈ રહ્યા છે આમ ચૂંટણી સંબધિત તમામ તૈયારીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે વધુમાં તેમણે તમામ મતદારોને પોતાના કામ માંથી થોડો સમય કાઢી અવશ્ય
મતદાન કરવા વિનંતી કરી હતી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સક્રિય કામગીરી સાથે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.