સુરેન્દ્રનગર લોકસભા બેઠકનાં લેખાજોખા : ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર - At This Time

સુરેન્દ્રનગર લોકસભા બેઠકનાં લેખાજોખા : ભાજપ – કોંગ્રેસ વચ્ચે ટક્કર


સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની ચૂંટણીનું રણસીંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે અને કોંગ્રેસ દવારા ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે ત્યારે ચંદુભાઈ પોતે હળવદના છે અને ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજના કુલ સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર 1.81 લાખ મત છે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજ માંથી આવે છે અને તળપદા કોળી સમાજના કુલ 3.84 લાખ મત છે આ લોકસભામાં કેટલી વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે બન્ને પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા જ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે બન્ને પક્ષના સંગઠનના કાર્યકરો પણ પ્રચારમાં લાગી ગયા છે અને ખાસ કરી કોંગ્રેસ ના ઉમેદવાર ઋત્વિક મકવાણા સાથે આપના નેતાઓ પણ પ્રચારમાં જોડાયા છે ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પણ પ્રચાર માં જોડાયા છે પરંતુ હાલ ક્ષત્રિય સમાજની પરસ્તોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જિલ્લાના ગામડાઓમાં પ્રવેશ બંધીના બેનરો લાગ્યા છે જેથી પ્રચારના કાર્યક્રમમાં ભાજપને ફેરફાર કરવા પડી રહ્યા છે ભાજપનાં ચંદુભાઇ શિહોરા ચુંવાળિયા કોળી છે ચંદુભાઈ મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા છે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે ચંદુભાઇ ઉધોગપતિ સાથે સારા સંબંધો ધરાવે છે, વ્યસાયમાં ખેતી અને ઉધોગ સાથે સંકળાયેલા છે તથા ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજના મોટા નેતા તરીકે તેમની ગણના થાય છે ઋત્વિક મકવાણા પોતે ખાનદાની રાજકીય નેતા તરીકે જાણીતા છે 2017માં ચોટીલા બેઠક પર વિધાનસભાના ધારાસભ્ય રહ્યા અને 2022માં હાર થઈ તેમના દાદા કરમશી મકવાણા પોતે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે તમને અન્ય એક દાદા સવસીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.