જસદણ પાલીકામાં વહીવટદાર તરીકે મામલતદાર ની નિમણૂક પ્રમુખ ઉપપ્રમુખ કારૉબારી ચૅરમૅનના બોર્ડ ખુરશી હટાવાય : પ્રમુખ ચૅમ્બરમા વહીવટદારનુ બૉર્ડ લાગ્યુ - At This Time

જસદણ પાલીકામાં વહીવટદાર તરીકે મામલતદાર ની નિમણૂક પ્રમુખ ઉપપ્રમુખ કારૉબારી ચૅરમૅનના બોર્ડ ખુરશી હટાવાય : પ્રમુખ ચૅમ્બરમા વહીવટદારનુ બૉર્ડ લાગ્યુ


જસદણ પાલીકામાં વહીવટદાર તરીકે મામલતદાર ની નિમણૂક પ્રમુખ ઉપપ્રમુખ કારૉબારી ચૅરમૅનના બોર્ડ ખુરશી હટાવાય : પ્રમુખ ચૅમ્બરમા વહીવટદારનુ બૉર્ડ લાગ્યુ

જસદણ નગરપાલિકામા તારીખ 24 બૅ ના રોજ ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થતાં વહીવટી તંત્ર દ્વારા જસદણ મામલતદાર ની વહીવટદાર તરીકે નિમણૂક કરતાની સાથૅ જતા પાલિકા કચેરીમાં માંથી પ્રમુખ ઉપપ્રમુખ ના બોર્ડ ઉતારી લેવાયા આ ઉપરાંત પ્રમુખ ઉપપ્રમુખની ખુરશીઑ પણ ઓફિસમાંથી ઉઠાવી લેવામાં આવી છે અને પ્રમુખ ની ઓફિસ ઉપર વહીવટદાર નગરપાલીકાનુ બોર્ડ લગાવવામા આવ્યુ છૅ આ ઉપરાંત કારોબારી ચેરમેન ની ચેમ્બરને પણ અલીગઢથી તાળા મારવામાં આવ્યા છૅ વહીવટદાર શાસન અને ચૂંટણી ન યોજવા અંગે ની જો વાત કરીએ તો ગુજરાત કોર્ટમાં દાદ માગવામાં આવી છે કે રાજ્યમાં કાયમી ધોરણે ઓબીસી કમીશનની નિમણૂક કરવામાં આવે કાયમીક ઓબીસી કમિશનની નિમણૂક ના અભાવે પછાત વર્ગને ભારે અન્યાય થઈ રહ્યો છે જૅવા મતલબની અરજી કોર્ટમાં થઈ હોય આ બાબતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો માટે ની બેઠકો નક્કી કરવા માટે નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે એસ ઝવેરી પંચની અધ્યક્ષતામા પંચની રચના કરવામાં આવી છે પરંતુ ઝવેરી પંચના સમયસર ના રિપોર્ટના અભાવે સ્થાનિક સ્વરાજ્ય જેવી કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા ગ્રામ પંચાયત જેવી ચૂંટણીઓ પાછી ઠેલાણી છે અમુક ગ્રામ પંચાયત તાલુકા પંચાયતોમાં વર્ષોથી વહીવટદારનું શાસન છે ત્યારે હાલ નગરપાલિકાઓમાં પણ વહીવટદારનું શાસન લાદવામાં આવ્યું છે ત્યારે વહેલી તકે પંચ કોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કરે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થાય તેવું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડતા રાજકીય નેતાઓનું કહેવું છે અને આ પ્રશ્નને લઈને હાલ જસદણ નગરપાલિકામાં પણ વહીવટદારનું શાસન છે અને મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ખુરશી બૉર્ડ હટાવી દેવામાં આવ્યાછે હાલ પાલિકા ના પ્રમુખ જૅમ જસદણના મામલતદાર વહીવટદાર છે પ્રમુખની ચૅમ્બરમા તેમની એક જ ખૂરશી રાખવામાં આવી છે તેમજ કારોબારી કારોબારીની ચેમ્બરને પણ અલીગઢી તાળા મારી અને બંધ કરી દેવામાં આવી છે હાલ જસદણ નગરપાલિકામાં કોઈ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન કે સભ્ય નથી હવે ઝવેરી પંચ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વહેલી તકે થાય તે ઇચ્છનીય છે હાલ ગુજરાત ભરમા અનેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અટકી પડેલ છે જસદણ નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવતા કેટલાક માલપૌવા મધપુડૉ ખાવાના સૉખીન પાલિકા સંબંધિત રાજકીય તત્વૉનૅ અકળામણ અનિંદ્રા સાથૅ ગભરામણ થઈ રહયુ હૉવાની લૉકૉમા રમુજી ચર્ચાઓ થઈ રહી છૅ.

રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.