દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જિલ્લાના ૧૭૨ ગામના ૩૫૩ આવાસોનું ઇ-લોકાપર્ણ કરાયુ - At This Time

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જિલ્લાના ૧૭૨ ગામના ૩૫૩ આવાસોનું ઇ-લોકાપર્ણ કરાયુ


*દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જિલ્લાના ૧૭૨ ગામના ૩૫૩ આવાસોનું ઇ-લોકાપર્ણ કરાયુ*
***********************
*હાપા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીની ઉપસ્થિતિમાં લાભાર્થીને ગૃહ પ્રવેશ કર્યો*
************
સમગ્ર રાજયમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગાંધીનગરથી નવનિર્મિત આવાસોમાં ઇ-ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ૧૭૨ ગામના ૩૫૩ લાભાર્થીઓએ ઇ-ગૃહ પ્રવેશ કર્યો છે.
જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ હિંમતનગર તાલુકાના હાપા ગામે ઉપસ્થિત રહી આવાસ યોજનાના લાભાર્થીને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ૩૦૦ જેટલા લાભાર્થીઓએ પ્રધાનમંત્રીશ્રીના લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.તથા તમામ ગામોમાં લાભાર્થીઓ સાથે જિલ્લાના આગેવાન અને મહાનુભવો ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમને સાંભળ્યો હતો.
આવાસોના લોકાપર્ણ પૂર્વે સમગ્ર જિલ્લામાં શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકર, સરપંચ, ચૂંટાયેલા સદસ્યો, સખી મંડળની બહેના અને યુવક-યુવતીઓ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ યોગ વંદના, સ્વચ્છતા હી સેવા અંતર્ગત સરકારી મકાનોની સફાઇ અને રંગોળી સ્પર્ધા યોજાઇ હતી.આ ઉપરાંત વૃક્ષારોપણ, વાનગી સ્પર્ધા અને ગામોમાં આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પ્રધાનમંત્રી આવાસોના લોકાર્પણ કર્યક્રમ અંતર્ગત પોશીના તાલુકાના ગ્રામ પંચાયતો અને હેલ્થ સેન્ટરો ખાતે વિવિધ જનસુખાકારીની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય તપાસ, યોગ શિક્ષણ,વૃક્ષારોપણ, સ્વચ્છતા વગેરે કાર્ય ઉત્સાહભેર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખની છે કે હિંમતનગરમાં ૨૩ ,ઇડરમાં ૧૩,ખેડબ્રહ્મામાં ૫૩, પોશીનામાં ૬૩, પ્રાંતિજમાં ૧૫, તલોદમાં ૭૬, વડાલીમાં ૬૪અને વિજયનગરમાં ૪૬ એમ કુલ ૩૫૩આવાસોનુ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.