ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી શ્રી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t1kovmrtfxcmfmnc/" left="-10"]

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી શ્રી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને


ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી શ્રી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને
સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી, જલાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની શ્રી હાર્દિક પંડ્યા એ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હાર્દિક પંડ્યા એ શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો. આ અવસરે તેઓશ્રીએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું.આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું.

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]