ભાભર ના કારેલા ગામ ની કે.જી.બી.વી ગર્લ્સ સ્કુલ ને મર્જ કરવાનો પરિપત્ર થી વાલી ઓ માં રોષ..

ભાભર ના કારેલા ગામ ની કે.જી.બી.વી ગર્લ્સ સ્કુલ ને મર્જ કરવાનો પરિપત્ર થી વાલી ઓ માં રોષ..


ભાભર તાલુકા ના કારેલા મુકામે સરકાર દ્વારા સંચાલિત કે.જી.બી.વી ગર્લ્સ હોસ્ટેલ તેમજ ધોરણ 6 થી 8 શાળા કાર્યરત છે અહી જે દીકરી ઓ નું ઘર ગામ થી દુર હોય અધવચ્ચે અભ્યાસ છોડવામાં આવતો હોય તેવી દીકરી ને પર્વેશ આપવામાં આવે છે દીકરી ઓ અહી સરકારી કે.જી.બી.વી (કસ્તુરબા કન્યા હોસ્ટેલ )માં રહી અભ્યાસ કરે છે કારેલા ની કે.જી.બી.વી હોસ્ટેલ માં 200 જેટલી દીકરી ઓ રહી અભ્યાસ કરે છે જેમાં 97 દીકરી ઓ ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરે છે પરંતુ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરતા ધોરણ 6 થી 8 ની મર્જ કરવા તેમજ દીકરી ઓ ને ગામ ની બીજી સ્કુલોમાં માં મુકવા નો પરિપત્ર કરવામાં આવતા અધ વચ્ચે તેમજ અન્ય શાળા માં દીકરી ઓ ની મુકવાની જાણ વાલી ઓ ને થતા વાલી ઓ કે.જી.બી.વી મુકામે દોડી આવી આ પરિપત્ર નો વિરોધ કર્યો હતો તેમજ વાવ વિધાનસભા ના ધારા સભ્ય ગેનીબેન ઠાકોર ને જાણ કરતા તે પણ દોડી આવ્યા હતા હકીકત જાણી ઉચ્ચ કક્ષા એ ટેલીફોન થી વાત કરતા હાલ જુન મહિના સુધી શાળા ચાલુ રાખવા ની મૌખિક વાત થતા મામલો થાળે પડ્યો હતો..
કેજીબિવી ગર્લ્સ હોસ્ટેલ માં ધોરણ 6 થી 8 ચાલે છે પરંતુ વાલી દ્વારા તો 6 થી 12 ધોરણ ચાલુ સરકાર ને રજુઆત કરી હતી દીકરી ઓ ની સેફ્ટી વિશે પણ યોગ્ય નિર્ણય કે સરકાર તેવી વાલી ઓ ની માંગ છે...

રિપોર્ટર પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »