'રાજ્યો પહેલા પોતાની નાણાકીય સ્થિતિ જાણે પછી જ મફત સુવિધાની જાહેરાત કરે' - At This Time

‘રાજ્યો પહેલા પોતાની નાણાકીય સ્થિતિ જાણે પછી જ મફત સુવિધાની જાહેરાત કરે’


- કેન્દ્રીય નાણા મંત્રીએ મફતની સુવિધાઓ મુદ્દે જે ચર્ચા જાગી છે તેની પ્રશંસા કરીબેંગાલુરૂ, તા. 14 ઓગષ્ટ 2022, રવિવારછેલ્લા કેટલાક સમયથી દેશમાં 'રેવડી કલ્ચર' એટલે કે મફતની સુવિધાઓનો મુદ્દો ખૂબ જ ચર્ચિત બન્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે પણ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ મુદ્દા મામલે નિવિદેન આપ્યું છે. ભાજપના ઈકોનોમિક સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નિર્મલા સીતારામણે મફતની સુવિધાઓ આપતા રાજ્યોને ઉદ્દેશીને જણાવ્યું કે, તેમણે પહેલા પોતાની નાણાકીય સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ લોકોને મફતની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ તથા તે પ્રમાણે બજેટની ફાળવણી કરવી જોઈએ. આ સાથે જ તેમણે મફતની સુવિધાઓ મુદ્દે જે ચર્ચા જાગી છે તેની પ્રશંસા કરી હતી. સીતારામણે રાજ્યોને ઉદ્દેશીને કહ્યું કે, 'તમે કોઈ પણ વચન આપી શકો છો. માની લો કે જ્યારે કોઈ રાજ્ય સરકાર કોઈ વચન આપે છે અને લોકોને કેટલીક સુવિધાઓ મફતમાં આપવાની વાત કરે છે. તે વીજળી કે પછી કશું પણ હોઈ શકે છે. હું એમ નથી કહી રહી કે તમારે એવું ન કરવું જોઈએ પરંતુ પોતાની નાણાકીય સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ આ પ્રકારની કામગીરી કરવી જોઈએ.'આ પણ વાંચોઃ 'રેવડી કલ્ચર' મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- અર્થતંત્ર ડૂબી રહ્યું છે, જનકલ્યાણ સંતુલિત કરવું પડશેરેવડી કલ્ચરથી કરદાતાઓ પર બોજો વધેઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 'રેવડી કલ્ચર' એટલે કે મફતના ઉપહારો મામલે કટાક્ષ કરીને તેને દેશના વિકાસ માટે અડચણરૂપ ગણાવ્યું હતું. પાણીપત ખાતેના એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મફતના ઉપહારો આપવાથી ભારતના આત્મનિર્ભર બનવા માટેના પ્રયત્નોમાં અડચણ આવે છે અને કરદાતાઓ પરનો બોજો પણ વધે છે.આ પણ વાંચોઃ રેવડી કલ્ચર દ્વારા મફતિયાં વચનોની લ્હાણી, બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ?નોંધનીય છે કે, પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર લોકોને મફત વીજળી સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડે છે. આ પણ વાંચોઃ રેવડી કલ્ચરથી ભારતના વિવિધ રાજ્યો પર 60 લાખ કરોડનુ દેવુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.