લીલીયા મોટા ખાતે ગાવ ચલો અભિયાન અંતર્ગત મિટિંગ મળી - At This Time

લીલીયા મોટા ખાતે ગાવ ચલો અભિયાન અંતર્ગત મિટિંગ મળી


લીલીયા મોટા જિલ્લા પંચાયત સીટ લીલીયા તેમજ ક્રાકચ જિલ્લા પંચાયત શિટ માં ગાવ ચલો અભિયાન અંતર્ગત મીટીંગ આજ રોજ ભાભા માર્કેટિંગ યાર્ડ ખાતે મળી જે મિટિંગમાં આવનારી લોકસભા ની ચૂંટણીમાં અમરેલી જિલ્લા માંથી વધારે લીડ થી જીતવા માટે આહવાન કરાયું તેમજ કાર્યકરોને આવનારા દિવસોમાં અલગ અલગ વિસ્તારમાં અને સરકારશ્રીની યોજના ના લાભાર્થીઓ તેમજ પાર્ટીના કાર્યકરો ને મળી અને સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી યોજનાઓથી મતદારો ને માહિતગાર કરવા તેમજ દરેક ગામમાં જઈ અને કાર્યકરો સાથે તેમજ ગ્રામજનો સાથે મીટીંગો કરી સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોની જાણકારી આપવી અને આવનાર તારીખ 10 ના રોજ ગાવ ચલો અભિયાન અંતર્ગત વિધાનસભા ની મીટીંગ સાવરકુંડલા ખાતે રાખવામાં આવેલ હોય જે મિટિંગમાં કાર્યકરોને ઉમટી પડવા માટે હાકલ કરવામાં આવી જેમાં ગાવ ચલો અભિયાન ના તાલુકાના ઇન્ચાર્જ મયુરભાઈ હિરપરા ના અધ્યક્ષ સ્થાને આ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જે મિટિંગમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, ભનુભાઈ ડાભી ,ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશ સાવજ, સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો સહિત તાલુકા ભરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.