બાલાસિનોર વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં ગાબડું પાડતુ આપ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sfvaxfnjm2qtej2r/" left="-10"]

બાલાસિનોર વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં ગાબડું પાડતુ આપ


ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ પૂર્વ રાજકીય પક્ષોના અગ્રણીઓની દાવેદારીઓ વચ્ચે મહીસાગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત ક્ષત્રિય ઠાસરાકોર સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસના હાથનો સાથછોડીને આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાઈ જતા કોંગ્રેસમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. રાજેન્દ્રસિંહ કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર બેઠક પર જીતના સમિકરણો બદલાય તેવી સંભાવના છે

બારૈયા આપના વધતા જતા પ્રભાવ વચ્ચે બાલાસિનોપ વિધાનસભા બેઠકનો જંગ આપમાંથી લડે એવા સંકેતોની ચર્ચાઓ રાજકીયા મોરચે શરૂ થવા પામી છે.

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓનો સમય જેમ જેમ આવી રહ્યો છે એમ એમ મહીસાગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.

મહીસાગર કોંગ્રેસના માહામંત્રી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે કૈ બાલાસિનોર વિધાનસભાના મજબુત
ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ બારૈયા આમ આદમી પાર્ટીમાં પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે.

મહીસાગર જિલ્લાના ક્ષત્રિય સમાજના યુવા આગેવાન ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેનાના પ્રમુખ અને કોંગ્રેસ મહામંત્રી રાજેન્દ્રસિંહ બારેયા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના હસ્તે રાજેન્દ્રસિંહ બારેયા આમ આદમી પાર્ટીનો ખેસ વિધીવત રીતે પહેરી આપમાં જોયા હતા. એક તરફ
આમ આદમી પાર્ટી યુવા ચહેરાઓને વિધાનસભા ચૂંટણીમાં તક આપી રહી છે ત્યારે કોંગ્રેસ ફરીથી ઉગતી. ઝડપાઈ હોય તેવું લાગે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]