"મને એવા ઘરના ફોટો મોકલો, જેના પર તિરંગો ન હોય" - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/send-photographs-of-houses-not-hoisting-tricolour/" left="-10"]

“મને એવા ઘરના ફોટો મોકલો, જેના પર તિરંગો ન હોય”


નવી દિલ્હી,તા. 12 ઓગષ્ટ,2022, શુક્રવારભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં દરેક ઘર પર તિરંગો ફરકાવવાનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઇને 20 કરોડ લોકોના ઘરોમાં તિરંગો ફરકાવવાનું લક્ષ્ય છે. આ દરમિયાન ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટનું એક નિવેદન ચર્ચાનું કારણ બન્યુ છે. મહેન્દ્ર ભટ્ટનું વિવાદાસ્પદ નિવેદનBJPના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટે હલ્દવાનીમાં આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે બીજેપી કાર્યકર્તાઓને કહ્યું કે “મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે, તેનાથી સમાજના લોકોને ખબર પડશે કે તેઓ તિરંગાનું સન્માન નથી કરતા.”તેમણે કહ્યું કે, “જેમના ઘર પર આઝાદીના દિવસે જ ત્રિરંગો લહેરાવવામાં ન આવે...દેશ તેવા લોકો પર વિશ્વાસ કરી શકતો નથી કે, આ સિવાય ઘરમાં કોણ રાષ્ટ્રધ્વજ ન ફરકાવી શકે? કોણે આ બાબતે સમસ્યા હોઇ શકે?” BJPના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટે તિરંગા પર આપેવા વિવાદિત નિવેદન પર કોંગ્રેસ નેતા કરણ મહારાએ કહ્યું કે, “સ્વયંસેવક સંઘના મુખ્યાલય જ્યાં ભાજપની વિચાર ધારાનો સ્ત્રોત છે, ત્યાં પણ વર્ષોથી રાષ્ટ્રીય. ધ્વજ ફરકાવવામાં નથી આવ્યો, જો bjp અધ્યક્ષના નિવેદનને માનવામાં આવે તો તો કોઇ પણ RSS પર ભરોસો ન કરવો જોઇએ.” આ સિવાય વધુ એક ઉત્તરખંડ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગણેશ ગોદિયાલે કહ્યું કે, “આવુ મુર્ખતાભર્યું નિવેદન આપતા પહેલાં બે વાર વિચારવુ જોઇએ કારણ કે, તે એક રાષ્ટ્રીય પાર્ટીના નેતા છે, હું પહાડીઓના પ્રવાસ પર છું, હું પણ અહીં ઘણા ઘરો પર તિરંગો ફરકાવેલો નથી તે જોઇ શકુ છુ, કદાચ ભાજપના શાસનમાં મોંઘવારીથી ત્રસ્ત પ્રજા પાસે કદાચ હવે દેશનો રાષ્ટ્રધ્વજ ખરીદવાના પૈસા પણ નથી બચ્યા એટલે જ આ દ્રષ્ય જોવા મળી રહ્યું છે.”કોંગ્રેસની ટીકા પર ભટ્ટે કહ્યું કે, “કોંગ્રેસે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કર્યું છે. તેમણે દાવો કર્યો કે સરકાર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ત્રિરંગો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે અને પાર્ટી પણ આમાં મદદ કરી રહી છે. મેં તો એટલું જ કહ્યું કે, સ્વતંત્રતા દિવસ પર પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં કોઈને કોઈ તકલીફ કેમ પડે.'ભટ્ટે આ સિવાય કહ્યું કે, જે લોકો ધ્વજ નહીં લહેરાવશે તેના પર આ દેશના લોકો વિશ્વાસ નહીં કરે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]