દિલીપ કુમારને ભારતરત્ન આપવા સાયરા બાનોની માગણી

દિલીપ કુમારને ભારતરત્ન આપવા સાયરા બાનોની માગણી


- ભારતના કોહિનૂર દિલીપ સાબ આ સન્માનને લાયક- દિલીપ કુમાર માટે એક એવોર્ડ સ્વીકારતી વખતે રડતાં રડતાં માંગ કરી મુંબઇ : ભારતીય ફિલ્મ ઇતિહાસના સૌથી પહેલા સુપરસ્ટાર દિલીપ કુમારનાં નિધનને આવતા મહિને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે તેમનાં પત્ની અને અભિનેત્રી સાયરા બાનોએ દિલીપ કુમારને ભારતનાં સર્વોચ્ચન નાગરિક સન્માન ભારતરત્નની નવાજેશ કરવા માગણી કરી છે. દિલીપ કુમારને ભારતરત્ન ડો. આમ્બેડકર એવોર્ડનું મરણોત્તર સન્માન અપાયું છે. આ એવોર્ડ સાયરાબાનુએ સ્વીકાર્યો હતો. જોકે, આ વખતે તેઓ બહુ ભ ાવુક  થઇ ગયાં હતાં અને રડવા લાગ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે દિલીપ સાબને લગતી કોઈ ઈવેન્ટમાં પોતે સામેલ થવાનું ટાળે છે કે હજુ જાહેરમાં આવી શકતાં નથી કારણ કે પોતાની લાગણીઓ પર કન્ટ્રોલ રહેતો નથી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે દિલીપ કુમાર ભારતના કોહિનૂર સમાન હતા. તેમને ભારતરત્નનું મરણોત્તર સન્માન મળવું જ જોઈએ.  સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા સાયરા બાનુની આ માગણી સાથે સંમતિ પુરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મી દુનિયા સાથે સીધો નાતો ધરાવતા હોય તેવા એકમાત્ર લત્તા મંગેશકરને ભારત રત્ન એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એમ.જી. રામચંદ્રન અને પંડિત રવિશંકર અને ભૂપેન હઝારિકાને પણ ભારતરત્ન સન્માન મળી ચૂક્યું છે. તેઓ કોઈને કોઈતબક્કે ક્યારેક ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યા હતા જોકે, તેમને આ સન્માન તેમના અન્ય ક્ષેત્રોમાં સર્વાંગી પ્રદાન માટે અપાયું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »