*સામાન્ય લોકોના અંતિમ સમયે કાંધ આપતી ગુજરાત સરકાર* ************

*સામાન્ય લોકોના અંતિમ સમયે કાંધ આપતી ગુજરાત સરકાર* ************


*સામાન્ય લોકોના અંતિમ સમયે કાંધ આપતી ગુજરાત સરકાર*
*************
*સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના અંતર્ગત જિલ્લામાં ૧૦ લાખથી વધુની સહાય અપાઇ*
***************
શરૂઆત પછી અંત હોવોએ કુદરતનો કુદરતી નિયમ છે. સમગ્ર જીવસૃષ્ટીના સંતુલનના સુખનો આધાર કુદરતમાં રહેલ કુદરતી સંતુલન છે. સમગ્ર જીવોની જેમ માનવ જીવનની શરૂઆત સાથે અંત આવવો એ સ્વાભાવિક વાત છે.
સંવેદનશીલ સરકાર દ્વારા ગામડાંના છેવાડના સામાન્ય માણસો માટે જન્મથી માંડીને અંતિમ સમય સુધી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેમાં સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના(અંત્યોષ્ટી સહાય) જેવી યોજનાઓ અમલી બનાવીને સાચાં અર્થમાં રાજ્ય સરકારે રાજ્યના સામાન્ય માણસોના અંતિમ સમયે કાંધ આપવાનું કાર્ય કર્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૨/૨૩ દરમિયાન સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના (અંત્યોષ્ટી સહાય) અંતર્ગત કુલ ૨૧૬ લાભાર્થીઓને રૂ. ૧૦.૮૦ લાખની સહાય આપવામાં આવી છે.
સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના રાજ્યના ગરીબ પરિવારો માટે અમલમાં મૂકી છે. અનુસૂચિત જાતિના લોકોને નબળી આર્થિક પરિસ્થિતિમાં સહાય મળે તે માટે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે રૂ.૫૦૦૦/-ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે. આ સહાય ફક્ત અનુસૂચિત જાતિમાં મૃત્યુ પામનાર વ્યક્તિને મળવાપાત્ર છે. સહાય મેળવવા માટે વ્યક્તિના મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની હોય છે. જેમાં અવસાન પામેલ વ્યક્તિનું મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું હોય છે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »