તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોકસો અવેરનેસ પ્રોગ્રામ હેઠળ ૨૭ શિબિરોમાં ૨૫૦૦ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ry1mv18z7dfgohih/" left="-10"]

તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોકસો અવેરનેસ પ્રોગ્રામ હેઠળ ૨૭ શિબિરોમાં ૨૫૦૦ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું


તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોકસો અવેરનેસ પ્રોગ્રામ હેઠળ ૨૭ શિબિરોમાં ૨૫૦૦ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

વિસાવદરતા.નામદાર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા જિલ્લા કાનૂની સેવા સમિતિ જુનાગઢ દ્વારા તા.૨૬/૦૯/૨૨ થી તા.૧૮/૧૦/૨૨ સુધીના સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારમાં પોકસો એકટનીજાગૃતિ માટે કાનૂની શિબિર કરવાની સૂચના મળેલ હતી જે અન્વયે તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ એસ.એસ. ત્રિવેદીસાહેબના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની જુદી જુદી હાયર સેકન્ડરી સ્કૂલો અને કોલેજોમાં કુલ-૨૭ જેટલી શિબિર રાખવામાં આવેલ હતીપોકસોના કાયદાની વિદ્યાર્થીઓ માં સમજ આવે તે માટે એક કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં વિસાવદર બાર એસોસિએશનના એચ. એસ.હિરાણી, તાલુકા કાનૂની સેવા સમિતિના સુપરિટેન્ડન્ટશ્રી પી.ડી. ભટ્ટ,પી.એલ.વી. રમણિકભાઈ દુધાત્રા તથા શાળાના આચાર્યશ્રી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં હાજર રહી શિબિરનો લાભ આશરે ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લીધેલ હોવાનું વિસાવદર કોર્ટના તાલુકા કાનૂની સેવા સમિતિના સુપરિટેન્ડન્ટશ્રી પી.ડી.ભટ્ટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]