છેલ્લા ૨૦ દિવસથી આ ગટર લાઈન ઉભરાઈ રહી છે - At This Time

છેલ્લા ૨૦ દિવસથી આ ગટર લાઈન ઉભરાઈ રહી છે


તલોદમાં માધવ કોમ્પ્લેક્સમાં ઉભરાતી ગટરની દુર્ગંધથી દુકાનદારો પરેશાન. તલોદ નગરના હરસોલ રોડ ઉપર આવેલ કોમશીર્યલ કોમ્પલેક્ષમાં છેલ્લા ત્રણેક સપ્તાહથી ગટર ઉભરાઈ રહી હોઈ દૂષિત પાણીના દુર્ગંધથી કોમ્પલેક્ષના દુકાનદારો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, તલોદ- હરસોલ રોડ ઉપર માધવ કોમશીર્યલ કોમ્પલેક્ષ આવેલું છે. પરંતુ છેલ્લા ૨૦ દિવસથી આ ગટર લાઈન ઉભરાઈ રહી છે. જેને કારણે ગટરનું દૂષિત પાણી કોમ્પલેક્ષની સીડી તથા લીપ પાસે પ્રસરી ફેલાઈ જતાં કોમ્પલેક્ષમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે. જેને કારણે ગ્રાઉન્ડ ફ્લોર સહિત આવેલ દુકાનદાર ભાઈઓ, ખરીદી અર્થે આવતા ગ્રાહકો પણ આ સમસ્યાથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. ત્યારે તાકીદે ન.પા.તંત્ર દ્વારા આ સમસ્યા દુર કરી ગટર લાઈનનું યોગ્ય મરામત કરવામાં આવે તેવી કોમ્પલેક્ષના દુકાનદારોની ઉગ્ર માંગ ઉઠી હોવાનું જાણવા મળેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.