ઓગસ્ટથી દેશભરમાં ‘કોલર આઈડી સિસ્ટમ' લાગુ કરાશે - At This Time

ઓગસ્ટથી દેશભરમાં ‘કોલર આઈડી સિસ્ટમ’ લાગુ કરાશે


ઓગસ્ટથી દેશભરમાં ‘કોલર આઈડી સિસ્ટમ' લાગુ કરાશે

ઓનલાઈન ફ્રોડ રોકવા નોડલ એજન્સી બનાવાશે

દેશમાં ઓનલાઈન છેતરપિંડી વધી રહી છે. આ મામલે કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે. ઓનલાઈન છેતરપિંડી મોટાભાગે મોબાઈલ ફોનથી થતી હોવાથી ફ્રોડ કરનાર ઠગ ટોળકીની ઓળખ કરવા સરકારે રોડમેપ બનાવ્યો છે.

ઠગ ટોળકીના નંબર બ્લોક કરીને અન્ય કોલરની જાણકારી ઉપલબ્ધ કરાવાશે

ઓનલાઈન છેતરપિંડીનું દુષણ ડામવા માટે કેન્દ્ર સરકારે ૧૦૦ દિવસનો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ ઠગ ટોળકીની ઓળખ કરવામાં આવશે અને તેમના નંબરને બ્લોક કરવામાં આવશે. આ સાથે જ આ પ્રકારના કેસની તપાસ માટે એક નોડલ એજન્સી બનાવાશે. આ એજન્સીને ‘નેશનલ સાયબર સિક્યોરિટી એજન્સી' નામ આપવામાં આવશે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.