ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૦૪ તથા બિયર ટીન-૨૨૬ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rrw5pflgmckt6qfv/" left="-10"]

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૦૪ તથા બિયર ટીન-૨૨૬


કિ.રૂ.૧,૭૩,૮૦૦/-સહિત કુલ રૂ.૨,૩૩,૮૦૦/-ના મુદ્દામાલ ઝડપી પાડતી
v
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ, ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષકડો શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પોલીસ સબ ઈન્સ. શ્રી આર.એ.વાઢેર, શ્રી વી.વી. ધ્રાંગુ, શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૩૦/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઈ પંડયાને સંયુકત રીતે બાતમીરાહે હકીકત મળેલ કે, કુંડળ ઢસીયા વિસ્તારમાં ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા તેના સસરાની વાડીએ જારના પાકમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જે મળેલ માહિતી આધારે રેઇડ કરતા નીચે મુજબનાં આરોપી હાજર મળી આવેલ નહિ. આ જગ્યાએથી નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ/ બિયર કંપની સીલપેક બોટલો/ટીન મળી આવેલ તેના વિરૂધ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ- ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા રહે. વાઘનગર, કુંડળ ઢસીયા વિસ્તાર તા.મહુવા

કબ્જે કરેલ મુદ્દામાલ -

1. રોયલ સ્ટેગ સુપરીયલ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-3 ૬૦ કિ.રૂ.૧,૦૮૦૦૦/-

2. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩.૬૦૦/-

૩. મેકડોવેલ્સ નંબર ૧ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૩૯,૬૦૦/-

4. થન્ડરબોલ્ટ પ્રીમીયમ સ્ટ્રીંગ બીયર ૫૦૦ ML કંપની સીલપેક બીયર ટીન નંગ-૨૨૬ કિ.રૂ.૨૨,૬૦0/-

5. સુઝુકી કંપનીનું સીલ્વર કલરનું એકસેસ મો.સા. રજી.નંબર-GJ-04-EF 8082 કિ.રૂ.30,000/-

6. સુઝુકી કંપનીનું સીલ્વર કલરનું એકસેસ મો.સા.નંબર પ્લેટ વગરનું કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ

રૂ.૨,૩૩,૮૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-

પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ.ઇન્સ. શ્રી આર.એ.વાઢેર, શ્રી વી.વી.ધ્રાંગુ, શ્રી એમ.જે.કુરેશી તથા

સ્ટાફનાં અશોકભાઇ ડાભી. તરૂણભાઇ નાંદવા, ભદ્દેશભાઇ પંડયા, મહેન્દ્રસિંહ સરવૈયા, પીનાકભાઇ બારૈયા અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]