લીલીયા મોટા સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળા ઓની મુલાકાત કરતા શિક્ષણ સમિતિ ચેરમેન - At This Time

લીલીયા મોટા સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળા ઓની મુલાકાત કરતા શિક્ષણ સમિતિ ચેરમેન


લીલિયામોટા તારીખ 07/02/2024 ના રોજ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન રમીલાબેન ભીખાભાઇ ધોરાજીયા , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મિયાણી દ્વારા લીલિયા તાલુકાની સ્કૂલ ઑફ એક્સેલન્સ શાળાઓની મુલાકાત લેવામાં આવેલ હતી. જેમાં બી.આર.સી. કો ઓર્ડીનેટર અભિષેકભાઇ ઠાકર તથા સી.આર.સી. કો ઓર્ડીનેટર મન્સૂરીભાઇ જોડાયા હતા. એકલેરા, ગુંદરણ તથા ખારા પ્રાથમિક શાળામાં પ્રાર્થનાસભા, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા,પુસ્તકાલય, 'ફેબ્રુઆરી મારો પ્યારો માસ' અંતર્ગત થતી પ્રવૃત્તિઓનું નિરિક્ષણ કર્યું હતું તેમજ એસ.એમ.સી.ના સભ્યો તથા ગ્રામજનો સાથે બેઠક કરી હતી. ચેરમેન શ્રી તથા મિયાણી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ ચર્ચા કરવામાં આવી હતી. મિયાણી સાહેબે વિદ્યાર્થીઓને પ્રશ્નોતરી કરી સંદર્ભ ગ્રંથો નો ઉપયોગ ,પુસ્તકોનું મહત્વ, વાંચન ટેવ, વિદ્યાર્થીઓને આત્મ વિશ્વાસ તેમજ જિજ્ઞાસા વિકસાવવા બાબતે એવં શાળાઓના વાતાવરણ વિશે ચર્ચા કરી હતી.શિક્ષ સમિતિ ના ચેરમેન એ 'ફેબ્રુઆરી મારો પ્યારો માસ' અંતર્ગત વિદ્યાર્થીઓની હાજરી, વર્ગ સુશોભન-શાળા સુશોભન તથા લેખિત, મૌખિક કસોટીના આયોજનને બિરદાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને મોટા થઇ શું બનવા માગે છે તે પૂછ્યું હતું તેમજ એ બનવા માટે જરૂરી માર્ગદર્શન એવં પ્રોત્સાહન આપ્યું હતું તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.