પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં લાઠી-બાબરા-કુંકાવાવ-બગસરા વિધાનસભા તાલુકાની કોંગ્રેસ પક્ષની બેઠક મળી. ભાજપને ભરી પીવા  કમરકસત્તા કોંગી કાર્યકરો. - At This Time

પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં લાઠી-બાબરા-કુંકાવાવ-બગસરા વિધાનસભા તાલુકાની કોંગ્રેસ પક્ષની બેઠક મળી. ભાજપને ભરી પીવા  કમરકસત્તા કોંગી કાર્યકરો.


પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં લાઠી-બાબરા-કુંકાવાવ-બગસરા વિધાનસભા તાલુકાની કોંગ્રેસ પક્ષની બેઠક મળી. ભાજપને ભરી પીવા 

કમરકસત્તા કોંગી કાર્યકરો.

લાઠી આગામી લોકસભાની ચુંટણી અને સંગઠનની એક બેઠક લાઠી-બાબરા વિધાનસભાની બેઠક લાઠી મુકામે સર્કિટ હાઉસ ખાતે આજરોજ કારોબારી મીટીંગ મળેલ જેમાં પુર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઇ દુધાતે અધ્યક્ષ સ્થાન સંભાળેલ હતું. બેઠકમાં આ વિસ્તારનાં પુર્વ ધારાસભ્ય અને માજી સાંસદ શ્રી વિરજીભાઇ ઠુંમરે ભારતીય જનતા પાર્ટીની જુઠ્ઠી કાર્યપ્રણાલી અને ગેરકાયદેસરની અનેક કાર્યવાહીઓને ઉજાગર કરી રાષ્ટ્રીય કક્ષાએ જનતાએ જાગીને લોક્શાહીનું હનન કરનારાઓને જાગૃત કરવા ગ્રામ્ય કક્ષા સુધી કોંગ્રેસના દરેક કાર્યકર્તાએ અથાગ મેહનત કરી સામાન્ય માણસની પીડાને વાચા આપી આવી ભ્રષ્ટ શાસન વ્યવસ્થાને નેસ્તનાબુદ કરવા કમર કષવી પડશે. ભારતીય જનતા પાર્ટી અને તેની રાજય અને કેન્દ્રની સરકારે દંભી ધર્મની આડમાં આ દેશમાં વિખવાદ ફેલાવી સાશન કરવાની માનસિકતા કેળવી લીધી છે ત્યારે સામાન્ય જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે, શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ ખેતી અંગેની મુશ્કેલીઓ મોંઘવારી, બેકારી જેવા અનેક વિકરાળ પ્રશ્નો પ્રત્યે જનતાને જગાડી આ ભ્રષ્ટ સરકારને જાકારો આપવો જરૂરી બન્યો છે તેમ કહી કોંગ્રેસ સમયના સાશનમાં થયેલી લોકાપયોગી કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ઠાકરશીભાઇ મેતલીયા એ ભાજપની ભવાઇ અંગે આકોશ વ્યકત કરી કાર્યકર્તાઓને હતાશા ખંખેરી ભ્રષ્ટ સરકારને ભો ભીતર કરવા કાર્યકરોને કામે લાગવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઇ દુધાતે કાર્યકરને શીખ આપી આગામી દિવસોમાં સંગઠન ક્ષેત્રે કાયમી કામ કરી કોંગ્રેસને ઉજળી કરનાર કાર્યકર્તાઓને મહત્વ આપી તેમને સરાહનાહ કરવામાં આવશે તેમ કહી ભારતીય જનતા પાર્ટી ૩૫ વર્ષથી ગુજરાતમાં સાશન નું વરવું પ્રદર્શન કરી લોકોની યાતનાઓમાં કાયમી વધારો કરેલ છે અને મોંઘવારીએ માજા મુકી છે, બેકારીએ વિકરાળ મો ફાડીયુ છે, નાના ઉદ્યોગો અને ખેતી પડી ભાંગી છે તેને મઠારવાને બદલે માત્ર મુઠ્ઠી ભર પુંજીપતિઓને અને ભ્રષ્ટ્ર અધિકારીઓને છુટો દોર આપી લોકોનું લોહી ચુસવાનું ઘોર પાપ કર્યું છે ત્યારે ગાંધી અને સરદારના ગુજરાતને ગોડસે નું ગુજરાત બનતા અટકાવવા આપણે સૌએ ભેખ લેવો પડશે તેમ કહી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ તરફથી ઉપસ્થિત નિરીક્ષકશ્રીઓ પુર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ રાઠોડ, તળાજા ના પુર્વ ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા એ પક્ષના રાષ્ટ્રીય નેતા માન. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને અનુલક્ષી ગુજરાતમાં આ ન્યાય યાત્રાને આવકારવા આપણે સૌ એ સંગઠીત બની પ્રજાલક્ષી પીડાને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરી ભાજપનું ગુજરાત મોડલ બોગસ અને તર્કટ ભર્યું છે તેવું સાબિત કરવું પડશે તેમ કહી સંગઠન ક્ષેત્રે યુવાનો વધુ કામગીરી બજાવે તેવી શીખ આપી હતી. આ તકે પ્રદેશ
કોંગ્રેસના નિરીક્ષકો અને પાલીતાણા ના પુર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ રાઠોડ, તળાજા ના પુર્વ ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગમાં પુર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર, પુર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઇ મેતલીયા, પુર્વ જિલ્લા પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી, શ્રી જીતુભાઇ વાળા, લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી આંબાભાઇ કાકડીયા, શ્રી સાકુળભાઇ ડેર, શ્રી નનુભાઈ લાડોલા, શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી વજુભાઈ નવાપરીયા,
શ્રી ખોડાભાઇ આંસોદર, શ્રી ઘુસાભાઈ હેરમાં, શ્રી રાજુભાઇ ભાલવાવ, બાબરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી જસમતભાઈ ચોવટીયા, બાબરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ચિતરંજનભાઇ છાંટબાર, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનિષભાઇ ભંડેરી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઇ પંડયા, શ્રી જગદીશભાઇ પાનસુરીયા, શ્રી જગદીશભાઈ તળાવીયા, શ્રી નરેશભાઇ અધ્યારૂ, શ્રી કે.કે.વાળા, શ્રી રફિકભાઇ મોગલ સહિત લાઠી બાબરા વિધાનસભા ના કોંગ્રેસ અગ્રણીઓ
ઉપસ્થિત રહી આગામી ચુંટણી સંદર્ભે કાર્યકર્તાઓને મહત્વની કામગીરીઓ અંગે માહિતગાર કર્યા હતાં.
આમ, કુંકાવાવ બાબરા બગસરા મુકામે પણ ઉપરોકત આગેવાનોએ સંગઠનની સમિક્ષા અને લોકલ પ્રશ્નો
અંગેની જીણવટભરી માહિતી મેળવી ભાજપની નિષ્ફળતાઓને લોકલ પ્રશ્નો થી જાગૃત કરી લોક જાગૃતિનું કામ કરવા નિક્ષિત કાર્યક્રમ નકકી કર્યો હતો. આ પ્રસંગે કુંકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રવજીભાઈ પાનસુરીયા, શ્રી રવજીભાઈ પાઘડાળા, શ્રી સત્યનભાઇ મકાણી, શ્રી ધર્મેન્નદ્રભાઈ પાનસુરીયા, શ્રી મનસુખભાઈ વિગેરે હાજર હતા જયારે બગસરા તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ શ્રી બાબભાઇ દુધાત, શ્રી ચિરાગભાઇ પરમાર, શ્રી રવજીભાઈ વાઘેલા પુર્વ જિ.૫.પ્રમુખ, શ્રી અનકભાઇ વાળા પીઢ કોંગી અગ્રણી, શ્રી અનિલભાઇ શેખ, શ્રી જમાલભાઇ સરવૈયા, શ્રી ભરતભાઈ ભાલાળા, શ્રી વિઠ્ઠલભાઈ ન.પા. સદસ્ય સહિત તાલુકા/શહેરના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત
રહી સંગઠન માટે કોંગ્રેસ પક્ષને મજબુત બનાવવા કામે લાગી જવાનો કોલ આપ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.