મહીસાગર તીર્થધામ દેગમડા ખાતે ધ્વજારોહણ કાર્યકર્મ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/roghoij6cdsvuuuu/" left="-10"]

મહીસાગર તીર્થધામ દેગમડા ખાતે ધ્વજારોહણ કાર્યકર્મ યોજાયો


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનાં દેગમડા પાસેથી પસાર થતી માં મહીસાગરના કિનારે આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ ખાતે વર્ષોથી પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે આજુબાજુના પંથક માથી શ્રધાળુઓ વાજતે ગાજતે પોતાની માનતા અને શ્રદ્ધા મુજબ ધજાઓ લઈને આવે છે અને તીર્થધામમા બિરાજમાન તાલુકાનાં દેગમડા પાસેથી પસાર થતી માં મહીસાગરના કિનારે આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ ખાતે વર્ષોથી પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે આજુબાજુના પંથક માથી શ્રદ્ઘાળુઓ વાજતે ગાજતે પોતાની માનતા અને શ્રદ્ધા મુજબ ધજાઓ લઈને આવે છે અને તીર્થધામમા બિરાજમાન માં મહીસાગર, એકલિંગજી મહાદેવ, અને કિર્તિસ્તંભ પર ધજાઓ ચડાવી પોતાની માનતા બાધા પૂરી કરે છે. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સાથે સાથે શનિવાર અને અમાવસ્યા છે ત્યારે આજના દિવસનું ધાર્મિક મહત્વ અનેરું હોય છે આજે દૂરદૂરથી લોકો વાજતે ગાજતે શ્રદ્ધા પૂર્વક ધજાઓ લઈને આવ્યા અને ધ્વજારોહણ કર્યું. મહીસાગર માતની જય, અને હરહર મહાદેવના નાદથી મહીસાગર તીર્થધામ દેગમડા ગુંજી ઉઠ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]