જસદણમાં હરાજી થઈ ગયેલ સોનાના દાગીના પાછા લેવામાં ધમકી આપતા આલા ભાઈ પોલાભાઈ ગળિયા ઉપર પોલીસ ફરિયાદ - At This Time

જસદણમાં હરાજી થઈ ગયેલ સોનાના દાગીના પાછા લેવામાં ધમકી આપતા આલા ભાઈ પોલાભાઈ ગળિયા ઉપર પોલીસ ફરિયાદ


જસદણમાં હરાજી થઈ ગયેલ સોનાના દાગીના પાછા લેવામાં ધમકી આપતા આલા ભાઈ પોલાભાઈ ગળિયા ઉપર પોલીસ ફરિયાદ

જસદણમાં ચિતલીયા રોડ ઉપર લક્ષ્મણ નગરમાં રોહિતભાઈ જયંતીભાઈ ભુવા જેવો જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમની જસદણ મેઇન બજાર icici બેંક સામે બજાજ ફાઇનાન્સ કંપનીની ઓફિસ આવેલ જ્યાં તેઓ નોકરી કરે છે અને ગોલ્ડ લોન આપે છે તે ફાઇનાન્સ ઓફિસ ખાતે આલાભાઇ પોલાભાઈ ગળીયા ઓફિસે 35 ગ્રામ નો હાર આપી 123,500 ની લોન કરી અને બે મહિનાનું તેઓએ વ્યાજ આપવાનું હતું જેનું વાર્ષિક વ્યાજ 16.50 ટકા હતું અને બાદમાં એક વર્ષ સુધી કોઈ પણ વ્યાજ ન ભરતા 19.01.2022 ના રોજ કંપનીના નિયમ અનુસાર સોનાના દાગીનાની નિયમ અનુસાર હરાજી કરવામાં આવેલ ત્યારબાદ આલાભાઇ 3.3.2023 ના રોજ બજાજ ઓફિસે પોતાના દાગીના છોડાવવામાં લેવા માટે આવેલ પણ દાગીના નિયમ અનુસાર હરાજી થઈ ગઈ એવું કહેતા તેઓ નીકળી ગયેલ ત્યારબાદ ફરીપાછા તેઓ પૈસા લઈને બ્રાન્ચે આવતા અને મારા દાગીના પાછા લાવો પણ હરાજી થઈ જતા દાગીના પાછા મળે નહીં એવું કહેતા ત્યાંથી નીકળી ગયેલ અને રોહિતભાઈ ભુવાનો મોબાઇલ નંબર લઈ જતા ફોનમાં ગાળા ગાળી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા અને ઓફિસનું પગથિયું કેમ ચડે છે તેમ કહી બ્રાન્ચેથી જતા રહેલ આથી રોહિતભાઈ જયંતીભાઈ ભુવાએ આલાભાઈ પોલાભાઈ ગળિયા ઉપર જસદણ પોલીસ સ્ટેશનમાં કલમ નંબર 504, 506 મુજબની ફરિયાદ દાખલ કરી હતી. આ બાબતે જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.