બરવાળા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

બરવાળા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી


આજરોજ તા.05/03/2023 નાં રોજ સવારે 11-00 કલાકે બરવાળા શહેર ખાતે આવેલા જન ઔષધી કેન્દ્ર ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બરવાળા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ દક્ષાબેન બાવળીયા, બરવાળા નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેન પરેશભાઈ પરમાર, બરવાળા નગરપાલિકા આરોગ્ય સમિતિનાં ચેરમેન મતિ ભાવનાબેન દિપકભાઈ માવાણી તેમજ પ્રદેશ ભાજપા કારોબારી સભ્યશ્રી કમલેશભાઈ રાઠોડ, બરવાળા શહેર ભાજપા મહામંત્રી બળવંતસિંહ ગોહિલ, બરવાળા શહેર ભાજપા અધ્યક્ષ ભાવસંગભાઈ તલસાણીયા ઉપસ્થિત રહેલા.
જન ઔષધી દિવસની ઉજવણી કરવાની સુચના માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ ભારત સરકાર દ્વારા સમગ્ર ભારત દેશમાં આજરોજ થઈ રહેલ છે.
જન ઔષધી કેન્દ્રોમાંથી જેનેરીક દવાઓ 50ટકા થી 90ટકા સસ્તી મળી રહે છે જેથી મધ્યમ અને ગરીબ પરિવારોને આ યોજનાનો સીધો જ લાભ મળી રહે છે. જન ઔષધી કેન્દ્રોની વાત કરીએ તો સમગ્ર ભારતમાં અંદાજીત 9000 જેટલા જન ઔષધી કેન્દ્રો છે. જેમાં હાઈ ક્વોલીટીની 1759 જેટલી દવાઓ સસ્તા ભાવે મળી રહે છે તેમજ 280 જેટલા સર્જીકલ સાધનોનો પણ સમાવેશ થાય છે.
જેથી જન ઔષધી કેન્દ્રોમાંથી દવાઓ ખદીદવા સમગ્ર દર્દીઓ લાભ મેળવે તેવી વિનંતી કરવામાં આવેલ તેમજ જન ઔષધી કેન્દ્રોમાંથી દવાઓ ખદીદવા બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થાય તેવી વિનંતી પણ કરવામાં આવેલ.
જન ઔષધી દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સફળ બનાવવા મેહુલભાઈ મકવાણા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon