રણોલી બ્રિજ પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rmi0upcphxgrfud3/" left="-10"]

રણોલી બ્રિજ પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત.


પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ , રણોલી પાસે આવેલા ભેરૃનાથ રાજસ્થાની ઢાબાની આજુબાજુ ફૂટપાથ પર પડી રહેતા ૬૪ વર્ષના રમાકાંત ઉર્ફે રામુ જ્વાલાપ્રસાદ તિવારી ગત રાતે રણોલી બ્રિજ પાસેના ડિવાઇડર પાસે રોડ ક્રોસ કરતા હતા . તે સમયે અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા જમણા પગે , મોંઢા , નાક , કાન અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઇ હતી . તેઓને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા . જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું . છાણી પોલીસે હોટલના માલિકની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]