ખેડૂતોના પેટ પરની રમત સરકાર ક્યારે બંધ કરશે - At This Time

ખેડૂતોના પેટ પરની રમત સરકાર ક્યારે બંધ કરશે


ખેડૂતોના પેટ ઉપરની રમત સરકાર ક્યારે બંધ કરશે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વખત માવઠા થયા છે ખેડૂતોના ઉભા પાકો પાણીમાં ગરકાવ બન્યા હોય તેવા કિસ્સાઓ પણ ધાંગધ્રા મૂડી ચોટીલા થાન ચુડા પંથકમાં સામે આવ્યા છે પરંતુ તે છતાં પણ સરકાર દ્વારા એક પણ રૂપિયાની સહાય ચૂકવવા માટે નનાયો કરવામાં આવી રહ્યો છે આમ તો છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોના ખાતામાં એક રૂપિયો પણ સહાય પેટે સરકારે જમા નથી કર્યો એક તરફ મુખ્યમંત્રી પાક વીમા સહાય યોજના અંતર્ગત કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આનો લાભ સુરેન્દ્રનગર ને કેમ નથી મળતો તેનો એક સવાલ પણ ઉભો થઈ રહ્યો છે આ મામલે ખેડૂતોમાં નારાજગી વ્યાપી જવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.