મધુસૂદન ડેરી દ્વારા દુધના ભાવમાં પ્રતિકિલો ફેટમાં રૂપિયા 10નો વધારો કરાયો,આવતીકાલથી પશુપાલકોને દુધના નવા ભાવ મળશે - At This Time

મધુસૂદન ડેરી દ્વારા દુધના ભાવમાં પ્રતિકિલો ફેટમાં રૂપિયા 10નો વધારો કરાયો,આવતીકાલથી પશુપાલકોને દુધના નવા ભાવ મળશે


બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પ્રેરીત મધુસુદન ડેરી દ્વારા દુધના ભાવમા પ્રતીકિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે.પહેલાં 772નો ભાવ હતો જે હવે 782 રૂપિયાનો ભાવ પશુપાલકોને મળશે જે આવતીકાલથી અમલમાં આવશે.બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશુપાલકો માટે યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો છે.જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પ્રેરીત મધુસુદન ડેરીમાં દુધના ભાવમાં પ્રતિકિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પહેલા પશુપાલકોને 772 રૂપિયાનો ભાવ મળતો હતો.જે હવે 782 રૂપિયાનો ભાવ મળશે.આમ દુધના ભાવમાં પ્રતિકિલો ફેટમાં 10 રૂપિયાનો ભાવ વધારો કરાતા પશુપાલકોને લાભ થશે.જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પ્રેરીત મધુસુદન ડેરી દ્વારા દુધના ભાવમા વધારો કરાયો છે.જે આવતીકાલથી લાગું થશે તેમ બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ભોળાભાઈ રબારીએ માહિતી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.