ડાયનાસોર પાર્ક રૈયોલી ગામે બસ ન આવતા લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી - At This Time

ડાયનાસોર પાર્ક રૈયોલી ગામે બસ ન આવતા લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી


બાલાસિનોર તાલુકામાં આવેલા રૈયોલી ગામ ખાતે વિશ્વનું ત્રીજા નંબરનું અને ભારત દેશના પ્રથમ નંબરનો ડાયનાસોર ફૌશીલ પાર્ક આવેલો છે. ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો

આ ફોશિલ પાર્કમાં જવા માટે બાલાસિનોર તેમજ ગુજરાત પરના અન્ય મોટા શહેરોમાંથી બસ સુવિધા ના હોવાના કારણે રૈયોલી ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં બસ સુવિધા ચાલુ કરવામાં ના આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સામૂહિક ગામ મારફતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગ્રામ સભામાં થયેલ ઠરાવ મુજબ બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વિશ્વવિખ્યાત ડાયનાસોર પાર્ક આવેલો છે .જેમાં દેશ- વિદેશથી પ્રવાસીઓ પ્રવાસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. જેમાં ડાયનાસોર પાર્ક ખાતે બસની સુવિધા ન હોવાથીસહેલાણીઓને ભારે તકલીફો ભોગવવીપડે છે. વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવે તો રૈયોલી ગામના ગ્રામજનોને આવકમાં પણ વધારો થાય તેમ છે પરંતુ પાયાની સુવિધા બસ ન હોવાના કારણે રૈયોલી ગામના વિદ્યાર્થીઓને પણ શાળા કોલેજ જવા આવવામાં પણ પરેશાની વેઠવી પડે છે.ગુજરાતના અન્ય મોટા શહેરોમાંથી સીધી ડાયનાસોરને પાર્કને જોડતી બસ સુવિધા ચાલુ કરવામાં આવે નહીં તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવો રૈયોલી ગ્રામ પંચાયતમાં ગ્રામસભા દરમિયાન ઠરાવ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.