રાજકોટમાં એકલા રહેતા યુવકની આજીડેમમાંથી લાશ મળી - At This Time

રાજકોટમાં એકલા રહેતા યુવકની આજીડેમમાંથી લાશ મળી


આજીડેમમાં ગઈકાલે સાંજના એક યુવકની લાશ તરતી હોવાની જાણ કરવામાં આવતા અહીં પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો.તેનું ડેમમાં ડૂબી જવાથી મોતને પેટના યુવાન વેલનાથ પરામાં રહેતો હોય અને એકલવાયુ જીવન પસાર કરતો હોવાનું જાણવા મળ્યું છે.યુવાન અકસ્માતે ડેમમાં પડ્યો કે બનાવ આપઘાતનો છે?તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
વધુ વિગતો મુજબ,ગઈકાલ સાંજના આજીડેમમાં આર.કેના ગેઇટ સામેની ખાણમાં યુવાનની લાશ તરતી હોવાની જાગૃત નાગરિકે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના સ્ટાફે અહીં પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો દરમિયાન આજીડેમ પોલીસ મથકના સ્ટાફે તપાસ કરતા મળી આવેલા આઈકાર્ડ પરથી મૃતકની ઓળખ થઈ હતી.
મૃતકનું નામ લાખા હાજાભાઇ ડાંગર(ઉ.વ.32)(રહે.કોઠારીયા રોડ,વેલનાથ પરા) હોવાનું જાણવા મળી રહ્યું હતું. આજીડેમ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,યુવાન મૂળ જેતપુરનો વતની હોય તેના છૂટાછેડા થઈ ગયા બાદ યુવાન રાજકોટ આવી એકલવાયુ જીવન પસાર કરતો હતો.પોતે હીરા ઘસવાનું કામ કરતો હતો.તે અવાર નવાર આજીડેમમાં નાહવા જતો હતો ત્યારે નાહવા ગયા બાદ ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.