રતનપર શેરી નંબર 8 માં ગુડદી પાસાનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા. - At This Time

રતનપર શેરી નંબર 8 માં ગુડદી પાસાનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા.


સુરેન્દ્રનગર જિલ્લામાં રતનપર શેરી નંબર 8માં ગુડદી પાસાનો જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા હતા આ મામલે રોકડા રૂ.13,190 સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જોરાવરનગર પોલીસ મથકમાં આવતા રતનપર વિસ્તારમાં શેરી નંબર 8 માં અમુક શખ્સો જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસની સર્વેલન્સ ટીમના વિજયસિંહ રથવી તેમજ અનિલસિંહ નારસંગભાઇ સહીતની ટીમે દરોડો કર્યો હતો જાહેરમાં જુગાર રમતા હેમુભાઇ ગણેશભાઇ ગાંગડીયા, મનુભાઇ વીરાભાઇ રાઠોડ અને પરેશભાઇ ભાણજીભાઈ રાઠોડને ઝડપી લીધા હતાં પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.13,190 તેમજ ગુડદી પાસા સહીતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસની કામગીરી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.