દિલ્હીના દ્વારકા ખાતે ક્લસ્ટર બસે સ્કૂટી સવારને કચડી નાખ્યો, ઘટનાસ્થળે જ મોત - At This Time

દિલ્હીના દ્વારકા ખાતે ક્લસ્ટર બસે સ્કૂટી સવારને કચડી નાખ્યો, ઘટનાસ્થળે જ મોત


નવી દિલ્હી, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારદેશની રાજધાની દિલ્હીમાં એક એક હદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીના દ્વારકા મોડ વિસ્તારમાં એક ક્લસ્ટર બસ સ્કૂટી સાથે અથડાઈ હતી અને જેના પર 2 વ્યક્તિઓ હતા. બસની સ્કૂટી સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેની ઉંમર 33 વર્ષની હોવાનું કહેવાય છે. અન્ય ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના NSUTની સામે જણાવવામાં આવી છે.ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની માહિતી મળતાં જ અનેક પીસીઆર વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.મળતી માહિતી પ્રમાણે, આ ક્લસ્ટર બસ રૂટ 764ની છે અને નેહરૂ પ્લેસ ટર્મિનલ માટે કાર્યરત હતી. આ બસનો નંબર DL-1P-D3229 તરીકે નોંધાયેલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશ પર કબજો મેળવ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથધરી છે.દ્વારકાના DCP એમ. હર્ષવર્ધને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્લસ્ટર બસ સાથે સ્કૂટી સવાર અથડાયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર આશરે 33 વર્ષની છે અને હાલ તેની ઓળખ થઈ શકી નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.