મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક મળી - At This Time

મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક મળી


પંચમહાલ સાંસદ સભ્ય રતનસિંહ રાઠોના નિવાસ સ્થાને બક્ષીપંચ મોરચાની મહીસાગર જિલ્લાના હોદ્દેદારોની બેઠક મળી, જેમાં બક્ષીપંચ મોરચાના ગુજરાત પ્રદેશ મહામંત્રી સનમભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્યજોનના પ્રભારી ધર્મેન્દ્ર પંચાલ, મહીસાગર જિલ્લાના પ્રભારી પ્રવિણભાઈ ભરવાડ, તથા બક્ષિપંચ મોરચાના ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્યો અજમેલસિંહ પરમાર, કાનજીભાઈ રાઠોડ, બક્ષીપંચ મોરચાના સિનિયર ઉપપ્રમુખ છત્રસિહ કે ચૌહાણ, દિલીપભાઈ અમરસિંહ રાઠોડ, મહામંત્રી મગનભાઈ, પ્રવક્તા ગણપતસિંહ ઠાકોર, સંતરામપુર તથા લુણાવાડા તાલુકાના
પ્રમુખ મહામંત્રી શ્રી ઓ
હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા અને સદસ્યતા અભિયાન જેવી વિવિધ બાબતોને વધુ વેગ મળે તે માટે આયોજનની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, તથા બક્ષિપંચ મોરચાના મહીસાગર જિલ્લાના આમંત્રિત સભ્ય મહેશ ઠાકોરની બક્ષીપંચ મોરચાના મહીસાગર જિલ્લાના સોસિયલ મિડીયા અને આઈ ટી સેલ ઈન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી,

અહેવાલ:છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.