સમસ્ત મહાજન દ્વારા સુરેન્દ્રનગર લોકસભા ચુંટણીનાં ઉમેદવારને અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું અહિંસા યાત્રાનું આવેદન પાઠવાયું - At This Time

સમસ્ત મહાજન દ્વારા સુરેન્દ્રનગર લોકસભા ચુંટણીનાં ઉમેદવારને અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું અહિંસા યાત્રાનું આવેદન પાઠવાયું


સમસ્ત મહાજન દ્વારા સુરેન્દ્રનગર લોકસભા ચુંટણીનાં ઉમેદવારને અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું અહિંસા યાત્રાનું આવેદન પાઠવાયું

સુરેન્દ્રનગર સમસ્ત મહાજન દ્વારા સુરેન્દ્રનગર લોકસભા ચુંટણીનાં ઉમેદવારને અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું અહિંસા યાત્રાનું આવેદન બરવાળા ખાતે દિપકભાઈ રાણપુરા, બરવાળા જૈન સમાજ તથા પાંજરાપોળ ટ્રસ્ટીગણ અને સમસ્ત મહાજનની સમગ્ર ટીમ વતી આપવામાં આવ્યું હતું. લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારો પાસે લોકોને અબોલ પશુ, પક્ષી , જળ ,જંગલ અને સમગ્ર પર્યાવરણની સુરક્ષા માટે માગણી કરવા અને આ માટે વચન માગવા સમસ્ત મહાજન દ્વારા અહીંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન જીવંત પ્રાણીઓ - પક્ષીઓની નિકાસ અટકાવી, કુદરતી ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા, નદીઓ, નાળાઓ અને તળાવોનું સુરક્ષા કરવી જેથી પાણીનું રક્ષણ થાય, દેશી વૃક્ષો જ વાવવા સહિતની માગણી કરી અને આ બાબતે ઉમેદવારો પાસેથી વચન લેવા અપીલ કરવામાં આવે છે.
આ સિવાય ભારતમાંથી માછીમારીને પ્રોત્સાહિત કરવાનું બંધ કરવા અને દેશમાં પાંજરાપોળ અને તમામ ગૌશાળાઓને પ્રતિ દિવસ પશુ દીઠ રૂ. 100/- સબસિડી આપવા, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા, ભારતના 6.50 લાખ ગામડાઓની ગૌચરનો વિકાસ કરવા વગેરે મુદ્દાઑનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાબતે તમામ રાજકીય પક્ષોનાં ઉમેદવારો પાસે વચન લેવામાં આવી રહ્યા છે.સમસ્ત આયોજન અંગે સમસ્ત મહાજનને અર્હમ યુવા સેવા ગ્રુપ, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન(રાજકોટ), ગૌશાળા પાંજરાપોળો વગેરે સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. અહીંસા યાત્રાની વિશેષ વિગતો માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ (મો. 98200 20976) અને મિત્તલ ખેતાણી (મો. 98242 21999) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.