રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા “ઓર્ગેનિક ખેડૂત હાટ”માં ત્રણેય દિવસ પ્રસાદી રૂપે નિ:શુલ્ક છાશ વિતરણ - At This Time

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા “ઓર્ગેનિક ખેડૂત હાટ”માં ત્રણેય દિવસ પ્રસાદી રૂપે નિ:શુલ્ક છાશ વિતરણ


રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા “ઓર્ગેનિક ખેડૂત હાટ”માં ત્રણેય દિવસ પ્રસાદી રૂપે નિ:શુલ્ક છાશ વિતરણ

રાજકોટ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા “ઓર્ગેનિક ખેડૂત હાટ”માં ત્રણેય દિવસ પ્રસાદી રૂપે નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે. રાજકોટના આંગણે આગામી તા.૧૨/૦૪/૨૪ થી ૧૪/૦૪/૨૪ (શુક્ર, શનિ ,રવિવાર) સુધી રાજકોટમાં કાલાવડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં ત્રણ દિવસ માટે “ઓર્ગેનિક ખેડૂત હાટ”ના માધ્યમ થી ઓર્ગેનિક ખેત પેદાશોના પ્રદર્શન - વેચાણ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ખેડૂત હાટમાં ખેડૂતો તમામ પ્રકારનાં ઓર્ગેનીક અનાજ, કઠોળ, ઘઉં/જુવાર/બાજરો, મરી - મસાલા, તેલ, ઘી, ગોળ, મધ, ગૌ આધારિત પ્રોડક્ટ, ગુલકંદ, સરગવો, વગેરે વેંચવા સૌરાષ્ટ્ર - કચ્છ માંથી ૧૦૦ ખેડૂતો આવશે.
“ઓર્ગેનિક ખેડૂત હાટ”માં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પ્રસાદી રૂપે નિ:શુલ્ક છાશ અને લસ્સી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઉલેખ્ખનીય છે કે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત દેશ-વિદેશમાં વ્યાપી ૫૫ થી વધુ અર્હમ યુવા સેવા ગ્રુપનાં હજારો જૈન અજૈન ભાવિકો સદાય નવા-નવા પ્રકલ્પો સાથે માનવ સેવા અને જીવદયાનાં સત્કાર્યો માટે તત્પર રહે છે. સેવા, સાધના અને સમર્પણનાં ભાવ સાથે હતાશ અને નિરાશ માનવીનાં ચહેરા પર સ્મિત લાવવું અને અબોલ જીવોને શાતા પમાડવી એ જ એમના પ્રયાસો હોય છે. ઉનાળાની આ ગરમીમાં હાલ રાજકોટમાં રૈયા ધાર રામાં પીર ચોકડી પાસે, વિરાણી ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, હનુમાન મઢી ચોક પાસે, કેનાલ રોડ હોટેલ જયશન પાસે, એમ અલગ અલગ વિસ્તારોમાં રોજ સવારે ૭-૧૫.. થી ૮-૧૫ નિયમિત છાસ નું વિના મૂલ્ય વિતરણ ચાલે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.