વેરાવળ સેસન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી સામે કેસ રજીસ્ટર કરવા હુકમ - At This Time

વેરાવળ સેસન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી સામે કેસ રજીસ્ટર કરવા હુકમ


વેરાવળ સેસન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી સામે કેસ રજીસ્ટર કરવા હુકમજુનાગઢ ના ધારાશાસ્ત્રી દિપક અભાણી ની ધારદાર દલીલો.વિસાવદર ના ધારાશાસ્ત્રી દિપક અભાણી તથા મિલન અકબરી દ્વારા વેરાવળ સેસન્સ કોર્ટમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટરના હુકમ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુકતા કાયદાની વિવિધ જોગવાઈઓ મુજબ તાલાળા તાલુકાના મડોરણા ગામના ફરિયાદી દામજીભાઈ મોહનભાઇ પાનસરાએ વેરાવળ સેસન્સ કોર્ટમાં ફોજદારી ઇન્કવાયરી કરતા કોર્ટમાં રજૂ થયેલા તમામ પુરાવાઓ તથા જમીન દફતર કચેરીના અધિકૃત સર્વેયરની જુબાની તથા ફરિયાદીના એડવોકેટશ્રી અભાણીની ધારદાર દલીલો તથા કાયદાકીય જોગવાઇઓ ધ્યાને લઈ આક્ષેપીત વ્યક્તિ સામેની ફરિયાદના કામમાં આક્ષેપીત વ્યક્તિ સામે પ્રોસેસ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતા જમીન પચાવી પાડતા લોકોમાં ખળભળાટ મચી ગયેલ છે.આ કામમાં ફરિયાદી તરફે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો ધ્યાને લીધેલ હતા આ કામમાં ફરીયાદી ના એડવોકેટ તરીકે દિપક અભાણી તથા મિલન અકબરી રોકાયેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.