*ઇડરના ચોટાસણ ગામે પવિત્ર ધામ મહાકાળી મંદિરે સાફ સફાઈ કરાઈ* *** - At This Time

*ઇડરના ચોટાસણ ગામે પવિત્ર ધામ મહાકાળી મંદિરે સાફ સફાઈ કરાઈ* ***


" સ્વચ્છતા હી સેવા " અંતર્ગત ઇડર તાલુકાના ચોટાસણ ગામે પવિત્ર ધામ મહાકાળી મંદિરે સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા નિમિત્તે સફાઈ ઝુબેશ અંતર્ગત સમગ્ર રાજ્ય સહીત જિલ્લામા વિવિધ સ્થળે સફાઈ અભિયાન પૂર જોષમા ચાલી રહ્યું છે. જિલ્લાવાસીઓ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ ઝુબેશના ભાગરૂપે ઇડર તાલુકાના ચોટાસણ ગામે પવિત્ર ધામ મહાકાળી મંદિર વિસ્તારમાં ગ્રામજનો દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી.ગામના વિવિધ સ્થળો તેમજ જાહેર રસ્તાઓ ઉપર પડેલો કચરો દૂર કરીને ગામને સ્વચ્છ કરવામાં આવ્યું હતું.
*************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.