માળીયા હાટીના ખાતે તાલુકા કક્ષાનો મારી માટી- મારો દેશ કાર્યક્રમ યોજાયો, - At This Time

માળીયા હાટીના ખાતે તાલુકા કક્ષાનો મારી માટી- મારો દેશ કાર્યક્રમ યોજાયો,


માળીયા હાટીના માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત 'મારી માટી મારો દેશ' કાર્યક્રમની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

“મારી માટી, મારો દેશ” અભિયાન પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરો કા વંદન, અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

માળીયા હાટીના તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, મામલતદાર સવસાણી, સંસદ રાજેશ ચુડાસમા ,ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા તેમજ પદાધિકારીઓ. વડીલો, યુવાનો, માતાઓ, બહેનોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આમ, માળીયા હાટીના તાલુકા કક્ષા નો 'મેરી માટી- મેરા દેશ' કાર્યક્રમ રાષ્ટ્ર ભક્તિની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.