ગઢડા કે.વ.શાળા નં.2, શ્રી કમરીબાઈ કન્યા શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી - At This Time

ગઢડા કે.વ.શાળા નં.2, શ્રી કમરીબાઈ કન્યા શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી


ભારતીય સંસ્કૃતિનું મહાપર્વ એવા નવરાત્રી પર્વના ૫ માં નોરતાની ઉજવણીના ભાગ રૂપે આજ રોજ દર વર્ષની માફક શ્રી કમરીબાઈ કન્યા શાળામાં મહા આરતી, જલેબી - ચોળાફળીનો ભરપેટ પ્રસાદ અને સાથે રાસ - ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
જેમાં શાળાની બાલવાટિકાથી લઈને ધોરણ ૮ ની તમામ ૨૧૬ દીકરીઓ સહિત સમગ્ર સ્ટાફ એ ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરેલ.
ઉપરાંત રાસ - ગરબામાં તમામ ધોરણ માંથી સારો દેખાવ કરનાર એક એક વિદ્યાર્થીનીને આ જ શાળાના શિક્ષિકાબેન શ્રી નંદાબા જાડેજા તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવેલ.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.