ગઢડાના 400 થી વધુ વાલી તેમજ વિદ્યાર્થીઓ ધરણા પર - At This Time

ગઢડાના 400 થી વધુ વાલી તેમજ વિદ્યાર્થીઓ ધરણા પર


ગઢડાના 400 થી વધુ વાલી તેમજ વિદ્યાર્થીઓ ધરણા પર

ગઢડા તાલુકાના કેરાલા ગામના લોકો બાળકો સહિત બેઠા મામલતદાર કચેરી બહાર ધરણા પર બેઠા હતા. આજ સાંજ સુધીમાં નિરાકરણ નહિં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી હતી. કેરાલા ગામના લોકો શાળા આસપાસ મૃતક પશુની ખાલ નાખવાના કારણે પરેશાન છે. મૃતક પશુઓની ખાલ કાઢ્યા બાદ પશુના અન્ય અવશેષ શાળા આસપાસ નાખવાના કારણે ખુબ જ દુર્ગંધ આવતી હોવાના કારણે આશરે 15 દિવસથી બાળકો શાળાએ અભ્યાસ પર જતાં નથી. જે મામલે કલેકટર તેમજ મામલતદારને લેખિતમાં રજુઆત બાદ પણ નિરાકરણ નહિં આવતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કેરાલા ગામના લોકો દુર્ગંધના કારણે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે જો આજ સાંજ સુધીમાં નિરાકરણ નહિં આવે તો ગામ લોકો દ્વારા રસ્તા રોકો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી આગેવાન દ્રારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.