ધ્રાંગધ્રાના કોંઢ રતનપર રોડ પર સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂની ખેપ મારતો ટ્રક ઝડપી પાડયો. - At This Time

ધ્રાંગધ્રાના કોંઢ રતનપર રોડ પર સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂની ખેપ મારતો ટ્રક ઝડપી પાડયો.


વિદેશી દારૂની બોટલો 804 બીયર ટીન 120 રૂ.1,56,600 તથા ટ્રક રૂ.20,00,000 મળી કુલ રૂ.21,57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ રતનપર રોડ પર પેટ્રોલ પંપ પાસે સફેદ પાવડરની આડમાં ટેલરમાંથી વિદેશી દારૂ સહિત 21 લાખ 57 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જેમાં ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો ત્યારે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે ધ્રાંગધ્રા તાલુકાનો સર્વેલન્સ સ્ટાફ રાત્રી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ થકી બાઝ નજર રાખતો હોય છે ત્યારે તાલુકા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સહીત સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તેં દરમિયાન કુલદીપસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે કોંઢ રતનપર રોડ ઉપર નાયરા પેટ્રોલ પમ્પ થી સહેજ આગળ એક અશોક લેલન ટ્રકને ઉભો રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસ જોઈ જમ ભાળી ગયેલ ડ્રાંઇવરે ટ્રક ભગાડી હતી જેને પોલીસ દ્રારા થોડે દૂર આંતરવામાં આવતા ડ્રાંઇવર ઝાડીનો આશરો લઇ ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો પોલીસે RJ 36 GB 1938 નંબરનાં ટ્રકને કબ્જે લઇ તપાસતા સફેદ પાવડરની બોરીઓ વચ્ચે છુપાવેલ વિદેશી દારૂ વીસ્કી અને વોડકાની કુલ 804 નંગ બોટલ અને બિયરનાં 120 ટીન શોધી પાડેલ હતા દારૂ અને બિયરની કુલ કિં.રૂ. 1,56,600 રૂપિયા તેમજ ટ્રકની કિંમત 20 લાખ રૂપિયા સહીત કુલ મુદ્દામાલ 21.57 લાખનો ઝડપી પાડી નાશી છૂટેલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.