સુરેન્દ્રનગર બ્રહ્માકુમારી સર્કલ પાસે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા. - At This Time

સુરેન્દ્રનગર બ્રહ્માકુમારી સર્કલ પાસે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા.


સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશ પંડયાના ઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા સુરેન્દ્રનગર ડીવી. તથા સર્કલ પોલીસ ઇન્સ. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ.
જેથી નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પો.સ્ટે.ના પીએસઆઇ એસ.પી.ઝાલા સાહેબ નાઓને પો.સ્ટે. વિસ્તારમાં જુગારની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુરેન્દ્રનગર, બ્રહમકુમારી સર્કલ પાસે, દર્શન સ્ટોર્સની સામે, ચાની બારી પાસે રોડ ઉપર જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપાનાના પાના વડે તીનપતિનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે તેવી બાતમી આધારે જુગાર અંગે રેઇડ કરતા આરોપીઓ પ્રશાંતભાઈ યોગેશભાઈ પઢીપાર રહે. સુરેન્દ્રનગર, 80 ફુટ રોડ, દેશળ ભગતની વાવ પાસે, કાતી ટમાબીયાની શેરી, વશરામભાઈ પ્રભુભાઈ ટમાલીયા રહે. સુરેન્દ્રનગર, 80 ફુટ રોડ, દેશળ ભગતની વાવ પાસે, ગોકુળનગર, ધનરયામભાઈ સુખાભાઈ કેરવાળીયા રહે. સુરેન્દ્રનગર, 80 ફુટ રોડ, દેશળ ભગતની વાવ પાસે, કાંતી ટમાલીયાની શેરી વાળાઓએ જાહેરમાં ગંજીપાનાના પાના વડે તીનપતિનો પૈસાની હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ.11,280 ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરેલ હોય તમામ આરોપીઓ વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.