આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આઘોઈ ગામ ની સરકારી માધ્યમિક શાળા એન્ડ ઉચ્ચ માધ્યમિક ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qmzxd6othqs0qxn8/" left="-10"]

આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આઘોઈ ગામ ની સરકારી માધ્યમિક શાળા એન્ડ ઉચ્ચ માધ્યમિક ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ સબ સેન્ટર ના આધોઇ ૩ ગામ ની સરકારી માધ્યમિક શાળા એન્ડ ઉચ્ચ મઘ્યામિક મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોર કિશોરી ના એચ.બી ની તપાસ કરવા માં આવી હતી. સુપરવાઈઝર શ્રી સરલા બેન , એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. કાજલ નીલકંઠ, મેહરિયા કોમલ એ. એન. મ. સ્નેહલ બેન , માહી બેન , આશવર્કર તેમજ શાળાના આચારયશ્રી રાહુલભાઇ તેમજ તમામ સ્ટાફ ગણ અને આશા બહેનો હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. . દરેક કિશોર ,કિશોરી નું એચ.બી તેમજ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું.
જેમા ટોટલ ૯૦કિશોર - કિશોરી નુ એચ બી એક્સામીનેશન કરવામાં આવ્યું હતું એમાં જે કિશોરી નું એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ પણ કરવા માં આવ્યું હતું અને સાથે અલ્પાહાર આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્ય શ્રી રાહુલભાઇ તેમજ શાળા ના સ્ટાફ ગણ અને સબ સેન્ટર ના તમામ સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]