શ્રી વી. એમ. સાકરિયા મહિલા કૉલેજ બોટાદમાં ગાંધી જયંતિ ની ઉજવણી - At This Time

શ્રી વી. એમ. સાકરિયા મહિલા કૉલેજ બોટાદમાં ગાંધી જયંતિ ની ઉજવણી


શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ બોટાદ સંચાલિત શ્રી વી.એમ.સાકરિયા મહિલા આર્ટ્સ અને શ્રી વી.એમ.સાકરિયા મહિલા કોમર્સ કૉલેજ બોટાદ ખાતે મહાત્મા ગાંધીની 153 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અત્રેની કૉલેજમાં ઇતિહાસ વિભાગ અને ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપિતાની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં સમૂહ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલો. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. વિપુલ કાળિયાણીયા દ્વારા શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની ભૂમિકા રજૂ થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થિની બહેનો દ્વારા વિવિધ વિષય પર વક્તવ્ય રજૂ થયા હતા. જેમાં 'ગાંધીજીના જીવન અને કવન ' , ' વર્તમાન સમયમાં ગાંધીજીના વિચારોની પ્રસ્તુતિ ', ' જો ગાંધીજી સામે મળે તો..' જેવા વિષય ઉપર મનનીય વક્તવ્ય થયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી આચાર્યા ડૉ. શારદાબેન પટેલ દ્વારા ગાંધીજી વિષયક વક્તવ્ય અને સૌને ગાંધી જયંતીની શુભકામના આપી હતી. સમગ્ર કાર્યક્રમ કૉલેજના આચાર્યા ડૉ. શારદાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુપેરે સંપન્ન થયો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.