સાબરકાંઠા જીલ્લામાં બકરા ચોરીને અંજામ આપતાં ઇસમોને પકડી એક લુંટ તથા બે ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ. ૬,૭૮,૧૧૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

સાબરકાંઠા જીલ્લામાં બકરા ચોરીને અંજામ આપતાં ઇસમોને પકડી એક લુંટ તથા બે ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ. ૬,૭૮,૧૧૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


સાબરકાંઠા જીલ્લામાં બકરા ચોરીને અંજામ આપતાં ઇસમોને પકડી એક લુંટ તથા બે ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ. ૬,૭૮,૧૧૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લાં ત્રણેક મહિનામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો માંથી રાત્રીના સમયે નાના મોટા બકરાઓની ચોરી થયેલાના બનાવો બનેલ હોય જેમાં છેલ્લે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં તા.૧૦/૦૨/૨૦૨૪ ના રોજ લાલપુર ગામમાં રાત્રીના સમયે એક ફોરવ્હીલ ગાડીમાં આવેલ ઇસમો ફરિયાદી ઉપર હુમલો કરી બકરાઓની ચોરી કરેલ અને તા.૨૭/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે ઇલોલ ગામમાં એક સફેદ કલરની અીંગા જેવી ફોરવ્હીલ ગાડીમાં આવેલ ઇસમોએ બકરાઓની ચોરી કરેલાના બે અલગ અલગ બનાવો બનેલ હોય જે ગુન્હાઓના કામે તમામ જગ્યાઓની સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. વિડીયો ફુટેઝ ચકાસણી કરી ટેકનિકલ સર્વેલન્સ કરતાં સદર ગુન્હાઓ કોઈ એક જ ગેંગ ધ્વારા કરવામાં આવેલ હોવાનુ જણાઈ આવેલ હોય

ઉપરોક્ત ટીમ ગઇ તા.૦૯/૦૧/૨૦૨૪ ના રોજ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા બાતમી હકિકત મળેલ કે, “ઉપરોક્ત બકરા ચોરીઓને અંઝામ આપનાર ગેંગના માણસો એક સફેદ કલરની અર્ટીગા ગાડી લઇ કાટવાડ રોડથી અંદરના રસ્તાઓ હાપા ગામની આજુબાજુ તા.હિંમતનગર ખાતે કોઈ ચોરીને અંઝામ આપવા આવી રહ્યા છે.” જે બાતમી આધારે ઉપરોક્ત ટીમના માણસો હાપા ગામ નજીક જતાં ત્યા ઉપરોકત બાતમી મુજબની સફેદ કલરની અર્ટીગા ગાડી મળતાં સદર ગાડીને રોકી સદરી ગાડીમાં જોતાં ડ્રાઇવર સહિત બીજા ત્રણ ઇસમો બેઠેલ હોય સદરી ચારેય ઇસમોને પોતાની હાજરી તથા વાહનોના કાગળો બાબતે પુછતાં ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષ કારક

હકિકત જણાવતાં ન હોઇ જેથી સદરી ઇસમો શંકાસ્પદ જણાતાં સદર ઇસમોના નામઠામ પુછતાં

(૧) સંદીપભાઈ સલાટ(સોમપુરા) તાલુકો.ખંભાત

(૨) કીરીટભાઈ ઉર્ફે ગીગી (વાઘેલા) તા.નડિયાદ

(૩) કિરણભાઈ (વાઘેલા)
તા.ખંભાત

(૪) નીતીનભાઇ ઉર્ફે
તા.સોજીત્રા જી.આણંદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.