ચોટીલામાં પંદર દિવસથી કચરાનો નિકાલ ન થતા રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળ્યાં. - At This Time

ચોટીલામાં પંદર દિવસથી કચરાનો નિકાલ ન થતા રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળ્યાં.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લાના ચોટીલા શહેરમાં દિવાળી પર્વ પાલિકાના સફાઈ કર્મીઓ પગાર સહિતની તેઓની માંગણી સાથે હડતાળ પર ઉતરી પડતાં અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળે છે ત્યારે રાજ્યના પવિત્ર યાત્રાધામમાં જેનું મોખરે નામ છે, સત્તા પક્ષ સાથે પણ આ પંથકનો સ્થાનિકથી વિધાનસભા સુધીની સાકળ ગુથાયેલ છે પરંતું છેલ્લા ઘણા વર્ષોથી શહેરની અંદર સુવિધાઓ કરતા દુવિધાઓ વધુ જોવા મળે છે ત્યારે દિપાવલી પહેલા જ 60 જેટલા સફાઇ કામદારોએ 3 માસના ચડત પગાર સહિતના મુદ્દે હડતાળ ઉપર ઉતરી પાલિકા સામે લડતના મંડાણ કરતા સફાઇ બાબતે શહેરમાં 15 દિવસથી 40 હજાર જેટલી વસ્તી જાણે બાનમા મુકાઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે લતાવાઇઝ થતી સફાઇ અટકી પડતા અનેક સ્થળો અને ગલીઓમાં કચરા જાણે સ્વાગત કરતા હોય તેવું જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં લોકો જાતે સફાઇ કરી આંગણુ ચોખ્ખુ રાખવાનો પ્રયાસ કરાય છે, પાલિકા દ્વારા કચરો બહાર ન ફેકવા પરંતું એકત્ર કરી કચરા ગાડીમાં નાખવા અનુરોધ કરાયો છે પરંતુ અમલવારી ફક્ત સમજુ નાગરિક પુરતી મર્યાદિત રહે છે ચોટીલાની મેઇન બજાર સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી સંપૂર્ણ સફાઇ ન થવાથી ઠેર ઠેર કચરાને કારણે યાત્રાધામની ગરીમા ઝંખવાતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે નાગરીકોમાં પણ એક પ્રકારની લોકો ઓટલે ચર્ચાઓ કરે છે પરંતુ તંત્ર સુધી જવાનું મનોબળ નથી અને નૈતિકતાનો અભાવ છતો થાય છે સ્થાનિક રાજકારણમાં પાલિકાનું સુકાન 24 માંથી 22 ની બહુમતી લોકોએ આપતા વિપક્ષ વિહોણી પાલિકા છે આઠ મહિનાથી ખોદાયેલ રોડ અને ઉડતી ડમરીઓ ધૂળ ખાઈ ટેવાય ગયા છે ત્યારે સફાઇ અંગે પણ ટેવાઇ જશે તેવી ગુફતેગુંએ જોર પકડયું છે નગરપાલિકા ડ વર્ગની છે ઘણા સમયથી કોઇ કાયમી ચીફ ટકતા નથી ઈન્ચાર્જને કારણે વહીવટ ઉપર પણ મોટી અસર જોવા મળે છે સ્વ. ભંડોળ પગાર જેટલું પણ ન હોવાથી હડતાળ પડે છે તેવું સુત્રો કહે છે આ હાલત માટે કોણ જવાબદાર લોકો સમયસર વેરો ન ભરતા આર્થિક સ્થિતિને ગંભીર અસર કે અન્ય કારણોસર વિકટતા તે સવાલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.