ગઢડાના કેરાળા ગામે ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુડિયાના સમર્થનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની સભા યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q5rq2dypjuksfkxa/" left="-10"]

ગઢડાના કેરાળા ગામે ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુડિયાના સમર્થનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની સભા યોજાઈ


સામે પક્ષમાં કાંઈ રહ્યું નથી અને પંજાબ વાળા આવ્યા છે તે ૧લી તારીખે પોટલા બાંધીને જશે એટલે ખોટા મત ન બગાડતા અને ભાજપને મત આપવા કરી અપીલ- કુંવરજી બાવળીયા

વિધાનસભાની ચૂંટણીને હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો લડી લેવાના મૂડમાં છે રાજકીય પક્ષો પોતાના સ્ટાર પ્રચારકો ફિલ્મી કલાકારો ગાયક કલાકારો દ્વારા સભા, રેલી, ડાયરા, ડોર ટુ ડોર જનસંપર્ક કરી મતદારોને રીઝવવા પ્રયત્નો કરી રહ્યા છે અને ઉમેદવારો ઝંઝાવાતી પ્રચાર કરી એની ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામે આજે સાંજના છ કલાકે 106 ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર અને ઝાંઝરકા સવૈયાનાથ જગ્યાના મહંત શંભુપ્રસાદજી ટુંડિયા ના સમર્થનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જંગી જાહેર સભા સંબોધી હતી અને ગઢડા ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુડિયાને વિજય બનાવવા મતદારોને અપીલ કરી હતી ગઢડાના કેરાળા ગામે ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટૂડિયાના સમર્થનમાં યોજાયેલ સભામાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગઢડા ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડિયા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વનાળીયા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભોળાભાઈ રબારી ગઢડા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન કિરીટભાઈ હુમલ બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રાધિકાબેન પરમાર જયરાજભાઇ પટગીર વાલજીભાઈ જાદવ ગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ના પ્રતિનિધિ રણજીતભાઈ ગોવાળિયા ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ માધુભાઈ વસાણી પ્રતાપભાઈ છૈયા ગઢડા નગરપાલિકાના પ્રમુખ ના પ્રતિનિધિ સુરેશભાઈ મેર નગરપાલિકા ઉપપ્રમુખ બુધાભાઈ પરમાર સહિત ભાજપના હોદ્દેદારો અને કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ગઢડા વિધાનસભા બેઠક પર કોળી સમાજ બહુમત સમાજ છે અને કોળી સમાજ નિરણાયક મતદારો છે ત્યારે ભાજપ કોળી સમાજના દિગ્ગજ નેતાઓને પ્રચારમાં ઉતારી કોળી સમાજના મતદારોને ભાજપ તરફી મતદાન કરાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ કોળી સમાજના મતદારોમાં કેટલી અસર થાય છે તે તો આઠમી નવેમ્બર ખબર પડશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]