અકળ મતદારોને ફરી ભાજપ તરફે ખેંચવાનો વ્યુહ,ચારેય બેઠકો પર 'મોદી મેજીક' છવાશે! - At This Time

અકળ મતદારોને ફરી ભાજપ તરફે ખેંચવાનો વ્યુહ,ચારેય બેઠકો પર ‘મોદી મેજીક’ છવાશે!


PM નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. આજે ફરી તેઓ રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલ ભંગાણ પર પરિવર્તન કરી બેઠકો કબજે લેવા ખુદ નરેન્દ્ર મોદી મેદાને ઊતરી ગયા છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસો સુધી ગુજરાતના પ્રવાસે આવી સભા ગજાવી રહ્યા છે, જેમાં આખરી તબક્કામાં રાજકોટ શહેરમાં આજે સભા સંબોધશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.