ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી શાહી કોણ બનાવે છે ? એક ટીપાંની કિંમત કેટલી ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q2nhfgjxbtzsjdoq/" left="-10"]

ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી શાહી કોણ બનાવે છે ? એક ટીપાંની કિંમત કેટલી ?


ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી શાહી કોણ બનાવે છે? એક ટીપાંની કિંમત કેટલી?
શાહી બનાવનાર કંપનીનો પાયો નલવાડી કૃષ્ણા રાજા વાડિયારે નાખ્યો હતો
૧૯૬૨ની લોકસભા ચૂંટણીમાં પહેલી વાર પારદર્શિતા માટે અને નકલી મતદાનને રોકવા આંગળી પર અવિલોપ્ય શાહી લગાવવાની શરૂઆત થઈ

ભારતમાં લોકસભા ચૂંટણી

૨૦૨૪નું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. કુલ સાત ચરણમાં ચૂંટણી થવાની છે. આ માટેની સમગ્રલક્ષી તૈયારીઓ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી રહી છે. દેશમાં વિધાનસભાઓની કે સામાન્ય ચૂંટણીઓ દરમિયાન મતદાતાની આંગળી પર જે એક નિશાની કરવામાં આવે છે તે શાહી ક્યાંથી આવે છે અને તે શેમાંથી બનાવવામાં આવે છે? આ શાહીની કિંમત કેટલી હોય છે? ચાલો, આ બધી બાબતો વિશે જાણીએ.૧૯૬૨ની લોકસભા ચૂંટણીમાં પહેલી વાર પારદર્શિતા અને નકલી મતદાનને રોકવા માટે આંગળી પર શાહી લગાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર બાદથી દરેક લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં આ પાકી શાહીનો ઉપયોગ થતો આવ્યો છે. જ્યારે પહેલી વાર શાહીનો ઉપયોગ કરાયો હતો ત્યારે ચૂંટણી પંચનું માનવું હતું કે શાહી લગાડવાથી કોઈ બીજી વાર વોટ નહીં નાખી શકે અને ગેરરીતિ થતી અટકી જશે.

ત્યારથી લઈને આજ દિન સુધી માત્ર એક જ કંપની ચૂંટણીમાં વપરાતી શાહી બનાવતી આવી છે. આ કંપનીનું નામ મૈસૂર પેન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ (MPVL) છે અને તેની શરૂઆત ૧૯૩૭માં થઈ હતી. MPVLનો પાયો નલવાડી કૃષ્ણા રાજા વાડિયારે નાખ્યો હતો. શરૂઆતમાં આ કંપનું નામ મૈસૂર લાખ ફેક્ટરી હતું. ૧૯૪૭માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ કંપનીને સરકારે ટેકઓવર કરી લીધી અને તેનું નામ મૈસૂર લાખ એન્ડ પેન્ટ્સ લિમિટેડ રાખ્યું હતું.

૧૯૮૯માં કંપનીએ વાર્નિશનું પ્રોડક્શન શરૂ કર્યું અને તેની સાથે પોતાનું નામ પણ બદલી નાખ્યું. MPVLનું ભારતની ચૂંટણીયાત્રામાં ખૂબ મોટું યોગદાન છે. સિત્તેરના દાયકાથી આજ સુધી માત્ર આ જકંપનીને ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી શાહી બનાવવાની મંજૂરી છે. શાહીની ફોર્મ્યુલા પણ સિક્રેટ છે અને કંપની અન્ય કોઈની સાથે આ ફોર્મ્યુલા શેર પણ નથી કરી શકતી. MPVL, નેશનલ ફિઝિકલ લેબોરેટરીની મદદથી આ શાહી તૈયાર કરે છે.

દુનિયાના ૨૫ દેશોમાં નિકાસ

મૈસૂર પેન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ માત્ર ભારતને જ આ શાહી આપે છે તેવું નથી, બલકે દુનિયાના ૨૫ જેટલા દેશોમાં પણ શાહીની નિકાસ કરે છે. MPVL દ્વારા તૈયાર કરાયેલી શાહીની શીશીમાંથી ઓછામાં ઓછી ૭૦૦ આંગળીઓ પર પાકી શાહી લગાડી શકાય છે. દરેક બાટલીમાં ૧૦ શાહીની ૧૦ એમએલની બાટલીની કિંમત લગભગ ૧૨૭ રૂપિયા છે. આ ગણતરીએ એક લિટર શાહીની કિંમત ૧૨,૭૦૦ રૂપિયા થશે. એમ એલએલ એટલે કે એક ટીપાંની વાત કરીએ તો લગભગ ૧૨.૭ રૂપિયાની કિંમત થશે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે MPVLને ૨૬ લાખ વાયલ કરતાં વધારે શાહી બનાવવાની જવાબદારી સોંપી છે. શાહીના ઉત્પાદનની આ પ્રક્રિયા એના અંતિમ પડાવે છે.

શાહી અવિલોપ્ય કઈ રીતે?

આ વાદળી શાહી લગભગ ૭૨ કલાક સુધી ત્વચા પરથી ભૂંસાતી નથી. આવી શાહી બનાવવા માટે સિલ્વર નાઇટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ પાણીના સંપર્કમાં આવતાં કાળા રંગનું થઈ જાય છે. શાહીમાંનું સિલ્વર નાઇટ્રેટ શરીરમાંના લવણ સાથે મળીને સિલ્વર ક્લોરાઇડ બને છે. જે પાણીમાં ઓગળતું નથી. આમ નિશાન ભૂંસાતું નથી.

રીપોર્ટર : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]