બોટાદમાં 13-14 ઓક્ટોબરના રોજ ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pwtutt6fotdy3wu2/" left="-10"]

બોટાદમાં 13-14 ઓક્ટોબરના રોજ ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન


બોટાદમાં 13-14 ઓક્ટોબરના રોજ ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન

ભારતીય જનતા પાર્ટી દ્રારા આયોજિત ગૌરવ યાત્રાનો બોટાદ જિલ્લામાં પ્રવેશ થશે. જે અંગેની માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્રારા અપાઈ હતી, જેમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્રારા ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. રાજ્યના અલગ અલગ પાંચ સ્થળ પરથી યાત્રા પ્રસ્થાન કરશે. બોટાદ જિલ્લામાં આજે યાત્રા પ્રવેશ કરશે. જેને લઈને બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી પોપટભાઈ અવૈયા દ્રારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આજે તારીખ 13 ઓક્ટોબરના રોજ 2. 30 કલાકે બોટાદ જિલ્લાના નાગનેસ ગામ ખાતેથી યાત્રાનો બોટાદ જિલ્લામાં પ્રવેશ થશે. ગૌરવ યાત્રાનું અલગ અલગ 15 પોઈન્ટ પરથી સ્વાગત કરાશે. બોટાદ જિલ્લામાં બે દિવસ ગૌરવ યાત્રા દરમ્યાન બોટાદ તેમજ ગઢડા ખાતે 10 હજાર લોકોની હાજરી સાથે સભાનું આયોજન કરવામાં આવશે. તેમજ બોટાદ જિલ્લામાં આવનારી ગૌરવ યાત્રામાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ આગેવાનો હાજર રહેશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં પોપટભાઈ અવૈયા દ્રારા જણાવવામાં આવ્યું હતું. ગૌરાવ યાત્રામાં 100 કારનો કાફલો હશે અને અલગ અલગ સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સાથે ગૌરવ યાત્રા બોટાદ જિલ્લામાં ફરશે અને રોહિશાળા ગામ ખાતેથી યાત્રા ભાવનગર જિલ્લામાં પ્રવેશ કરશે. આ કોન્ફરન્સમાં મહામંત્રી પોપટભાઈ અવૈયા સાથે મહામંત્રી બ્રિજરાજ સિંહ ઝાલા, મહામંત્રી ગૌતમ ખસિયા તેમજ ભાજપ આગેવાન વનરાજભાઈ ડાભી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]