મિશ્ર હવામાનથી શરદ, તાવ, ઉધરસ, ઝાડા, ઉલ્‍ટીના પ૮૯ કેસ - At This Time

મિશ્ર હવામાનથી શરદ, તાવ, ઉધરસ, ઝાડા, ઉલ્‍ટીના પ૮૯ કેસ


તા. ૧ર ફેબ્રુઆરી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્‍છરજન્‍ય રોગચાળાના ૧ કેસ
અઠવાડિયામાં મેલેરિયાના શુન્‍ય, ડેન્‍ગ્‍યુના ૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં મેલેરિયાના ૩, ડેન્‍ગ્‍યુના ર તથા ચિકનગુનિયાના ર કેસ નોંધાયા છે.
શરદી-તાવના પ૮૯ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૪૬૦ તેમજ સામાન્‍ય તાવના પ૩ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૭૬ તથા ટાઇફોડ તાવના શુન્‍ય સહિત કુલ પ૮૯ દર્દીઓ નોંધાયા હતા.
મચ્‍છર ઉત્‍પતિ
સબબ ર૮૬ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯ર૯૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૪૩૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતાર૮૬ લોકોને નોટીસ પાઠવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.