વિસાવદર શહેરમાં વિકાસના કાર્યોને મળ્યો વેગ. - At This Time

વિસાવદર શહેરમાં વિકાસના કાર્યોને મળ્યો વેગ.


વિસાવદર શહેરમાં વિકાસના કાર્યોને મળ્યો વેગ.
વિસાવદર શહેરમાં હમણાં થોડા સમયથી વિકાસના કાર્યોને વેગ મળી રહ્યો છે. વિસાવદર શહેરની અલગ અલગ સોસાયટીઓમાં અત્યારે સી સી સિમેન્ટ રોડનું કામ થઇ રહ્યું છે. લોકોમાં પણ વિકાસની વાતો થઇ રહી છે. લોકોનું કહેવું એવું છે કે, ભલે કામ નબળું થાય પણ ઘણા સમયથી ખાડા ખબડા વાળા રસ્તાથી તો છુટકારો મળી ગયો.
વિસાવદર શહેરના હનુમાનપરા વોર્ડ નમ્બર 6 માં હાલ સી સી સિમેન્ટ રોડ બની રહ્યો છે. ત્યાંના નાગરિકની રૂબરૂ મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે, કામગીરી વ્યવસ્થિત થયેલ છે. અને લોકોના પણ પ્રતિસાદ સારો મળી રહેલ છે. આમ, હાલ તો આ સમય વિસાવદરના નાગરિકો માટે સારો ગણાવી શકાય તેમ છે. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.