વડોદરાઃ 168.75 કરોડના ખર્ચે તૈયાર થયેલી સિંધરોટ પાણી પુરવઠા યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ - At This Time

વડોદરાઃ 168.75 કરોડના ખર્ચે તૈયાર થયેલી સિંધરોટ પાણી પુરવઠા યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ


- આ યોજનાથી વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારને પાણી મળવાનું છે- દક્ષિણ વિસ્તારમાં નવી ઝોન વ્યવસ્થા મુજબ બે દિવસમાં પાણી મળતું થઇ જશેવડોદરા,તા. 18 જુન 2022,શનિવારવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા કોર્પોરેશનના 243 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને બીજા નવા કામોનું ખાતમુહૂર્ત કર્યું, તેમાં અમૃત યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજના નો પણ સમાવેશ થાય છે. 168.75 કરોડના ખર્ચે તૈયાર થયેલી સિંધરોટ પાણી પુરવઠા યોજના થી શહેરના દક્ષિણ વિસ્તારમાં પાણી મળવાનું છે. મહી નદીના ઉપરવાસમાં 300 એમએલડી  કેપેસિટીનો ઇન્ટેક વેલ તેમજ સિંધરોટ ગામ માં 150 એમએલડી  ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ટ્રીટ કરી શહેર સુધી પહોંચાડવા 17 કિલોમીટર લાંબી લાઇન નાખી છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટથી શહેરને 300 એમએલડી પાણી પણ મળી શકે તેવું આયોજન કરાયું છે. વડોદરાના દક્ષિણ વિસ્તારને સિંધરોટ નું પાણી આપવા આ વિસ્તારની હાલની જે પાણીની ટાંકીઓ છે, તેમાં હાલના 25 ઝોનમાં વધુ બીજા નવ પાણીના ઝોન પાડી કુલ 34 બનાવાશે, અને પાણીનું વિતરણ કરાશે .માંજલપુર ટાંકીમાં હાલના  2 ઝોનમાં વધારો કરી  4 કરાશે. જાંબુઆ પાણીની ટાંકી ખાતે એક ઝોન વધારીને 3 ઝોન કરાશે. તરસાલીમાં 6ના 7કરવામાં આવશે. કપુરાઈ ટાંકી ખાતે 4 ના 6 ,બાપોદ ખાતે 2 ના 4 બનાવાશે. દક્ષિણ વિસ્તારને છેલ્લા 15 વર્ષથી ડાર્ક ઝોનમાં મુકાયો હતો. જેથી નવી સ્કીમને પાણીનું જોડાણ આપવામાં આવતા ન હતા. આગામી સમયમાં દક્ષિણ વિસ્તારમાં 100થી વધુ નવી સ્કીમોને અગ્રતાક્રમ અપનાવીને પાણી અપાશે. ભવિષ્યમાં વધુ જરૂર પડશે તો સિંધરોટથી વધુ પાણીનો જથ્થો લેવામાં આવશે, તેમ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે. સિંધરોટ પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ જવાથી બે દિવસમાં નવી ઝોન વ્યવસ્થા મુજબ પાણીનું વિતરણ શરૂ કરાશે તેમ જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.