વડાપ્રધાન આજે ૨૧,૫૦૪ કરોડના કામોનું ખાતમૂહૂર્ત-ઇ લોકાર્પણ કરશે - At This Time

વડાપ્રધાન આજે ૨૧,૫૦૪ કરોડના કામોનું ખાતમૂહૂર્ત-ઇ લોકાર્પણ કરશે


વડોદરા,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વડોદરામાં આજવા રોડ પર લેપ્રસી મેદાનમાં તા.૧૮ ના રોજ ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ રૃા.૨૧,૫૦૪ કરોડના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, આવાસ, વગેરે યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે.આ પ્રસંગે વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત ખેડા, આણંદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓના લોકો ઉમટી પડશે.વડાપ્રધાન સભા સ્થળે આ જન મેદની વચ્ચેથી અભિવાદન ઝીલતા પસાર થાય એવું આયોજન કરવામાં આવ્યું છે.પાવાગઢ કાલિકા માતાના દર્શન કરી મોદી સીધા વડોદરાના કાર્યક્રમમાં આવશે. વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તતા રાજ્ય મંત્રી મંડળના સદસ્યો યોજાનાર સમારોહમાં તેમની સાથે રહેશે.વડા પ્રધાન જે કામોનું ઇ-લોકાર્પણ અને શિલાન્યાસ કરશે તેમાં ૧૫૩૫ કરોડના ૧ લાખ આવાસોનું ઇ-લોકાર્પણ, રૃા.૨૧૧૦ કરોડના ખર્ચે ૪૧,૦૭૦ આવાસોનું ખાતમુહૂર્ત, ઇ લોકાર્પણ અને ગૃહ પ્રવેશ, પાંચ જિલ્લાઓમાં પાણી પુરવઠા વિભાગનાં રૃા.૩૯૫ કરોડના કામોનું લોકાર્પણ રૃા.૧૨૨ કરોડના કામોનું ખાતમુહૂર્ત, રૃા.૨૩ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત ભવનોનું લોકાર્પણ, પણ કરવામાં આવશે.વડોદરા કોર્પોરેશનના રૃા.૨૪૩ કરોડના વિકાસ કામોનું ઇ લોકાર્પણ અને ૧૫ કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડોદરા નજીક કુંઢેલામાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો ઇ-શિલાન્યાસ કરાશે. રેલ સેવા વિકાસના રૃ.૧૦,૭૪૯ કરોડના કામોનું ઇ લોકાર્પણ કરવામાં આવશે.વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ સહિત વિવિધ રેલ ટ્રેક નિર્માણના ૫૬૨૦ કરોડના કામોનો ઇ શિલાન્યાસ કરવાની સાથે તેઓ માતૃ શક્તિ યોજનાનો રાજ્યવ્યાપી શુભ આરંભ કરાવશે. જ્યારે પોષણ સુધા યોજનાને વિસ્તારીને ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં યોજનાનો પ્રારંભ કરાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.